Entertainment News/ રશિયાના લોકોના દિલમાં વસેલી રાજ કપૂરની બોલીવુડ ફિલ્મ…55 વર્ષ વીત્યા…આજે પણ લોકપ્રિય છે આ ગીત….

રશિયાના લોકો બોલીવુડ લેજન્ડ રાજકપૂરની ફિલ્મોના દીવાની હતા. રુસી દિલોની ધડકન બનેલી ભારતીય ફિલ્મોના નામ છે ‘મેરા નામ જોકર’, ‘આવારા’ ,’સંગમ’ અને…

Trending Entertainment
રશિયા, રાજ કપૂર, બોલીવુડ

Entertainment News: રશિયાના લોકોની ધડકન બનેલી એક બોલીવુડ ફિલ્મ (Bollywood Film)ને આજે આપણે યાદ કરીએ છીએ જે 55 વર્ષનો સમયગાળો વીત્યે પણ હજુ લોકપ્રિય છે! આ ફિલ્મનું નામ છે ‘મેરા નામ જોકર’…આ ફિલ્મના સ્ટાર રાજકપૂર (Raj Kapoor)ને રુસી લોકો ખૂબ પસંદ કરતા હતા અને જૂની પેઢીના લોકો આજે પણ રાજ કપૂરની એક અન્ય હીટ મૂવી, જેમાં રશિયાનો ઉલ્લેખ છે એ ‘શ્રી 420’નું આ ગીત ગણગણે છે! એ ગીત છે…

રશિયા, રાજ કપૂર, બોલીવુડ

“મેરા જૂતા હૈ જાપાની, યે પતલૂન ઇંગ્લિસ્તાની,

સર પે લાલ ટોપી રુસી, ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની”…

રશિયા, રાજ કપૂર, બોલીવુડ

રશિયાના લોકો રાજકપૂરની ‘મેરા નામ જોકર’ બોલીવુડ  ફિલ્મના દીવાના

રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Vladimir Putin, President Russia) દ્વારા ભારત (India)ની 2 દિવસીય મુલાકાત પ્રસંગે આપણે આ સુખદ સ્મૃતિને મમળાવીએ..! રશિયા અને ભારતની મૈત્રીના કિસ્સા તો જગજાહેર છે પરંતુ ઘણા ઓછા લોકો એ જાણે છે કે રશિયામાં બોલીવુડ મૂવીઝ અત્યંત લોકપ્રિય બનેલી છે. બોલીવુડની કેટલીયે બ્લોકબસ્ટર ફિલ્મોનું શૂટિંગમાં પણ રશિયા (Russia)ની પૃષ્ઠભૂમિ દ્રશ્યમાન થાય છે! અહિં આપણે યાદ કરીશું, આજથી લગભગ 55 વર્ષ અગાઉ રિલીઝ થયેલી એક એવી ફિલ્મ વિશે જેના પ્રત્યેનો રશિયન લોકો (Russian People)નો લગાવ આજે પણ ઓછો નથી થયો! આ ફિલ્મના ગીતોના તાલે આજે પણ રુસી લોકો ડાન્સ કરતા જોવા મળે છે. આ ફિલ્મનું નામ છે ‘મેરા નામ જોકર’ અને એ વર્ષ 1970માં રિલીઝ થઇ હતી.

રશિયા, રાજ કપૂર, બોલીવુડ

પૂર્વ રાષ્ટ્રપતિનું ફેવરિટ ગીત ‘આવારા હૂં…’

રાજ કપૂરની ફિલ્મો અને રશિયાનો નાતો અનોખો છે, એમની ‘આવારા’ (Awara) મૂવીના ‘આવારા હૂં….’ ગીતે તો રશિયન લોકોને પોતાના દિવાના બનાવી દીધા હતા. આ ગીત દુનિયાભરમાં લોકપ્રિય બન્યું હતુ પરંતુ સૌથી પહેલા એને રુસી પ્રજાએ વધાવ્યું હતુ! રશિયામાં લોકપ્રિયતા વધી ત્યાર બાદ આ ગીતને અન્ય દેશોમાં પણ આવકાર મળ્યો હતો! આ ફિલ્મ અને એના શિર્ષક ગીતે રશિયનોને એટલા બધા પ્રભાવિત કર્યા હતા કે, એને રશિયાના સત્તાવાર ભોજન સમારંભોમાં પણ વગાડવામાં આવતું હતું! સ્વયં રશિયન રાષ્ટ્પતિ બોરિસ યેલત્સિન (Boris Yeltsin) પણ એને ગણગણવાનું પસંદ કરતા હતા! રશિયામાં રાજ કપૂરની પોપ્યુલારિટી એટલી તો વધી ગઇ હતી કે એમની તુલના ‘બિટલ્સ’ (Beatles) સાથે કરવામાં આવતી હતી!

રશિયા, રાજ કપૂર, બોલીવુડ

રાજ કપૂર ભારતીય હતા અને સામ્યવાદી ન હતા એમ છતાં, લોકો એમને કેમ પસંદ કરતા હતા? કદાચ તેઓ એમની મૂવીઝમાં જોવા મળતી સમાજવાદી વિચારધારાથી આકર્ષિત થયા હતા. એક વિવેચકે તો ત્યાં સુધી કહેલું કે, ‘મેરા જૂતા હૈ જાપાની….’ ગીતમાં રાજે દુશ્મન દેશને એનું સ્થાન દર્શાવ્યું હતુ અને ‘સર પે લાલ ટોપી રુસી….’ પંક્તિઓ દ્વારા રશિયા સૌથી ઉપર છે એમ મોઘમ રીતે જણાવ્યું હતુ.

રશિયા, રાજ કપૂર, બોલીવુડ

રશિયામાં ‘સંગમ’ ફિલ્મની પણ બોલબાલા

પ્રેમમાં બલિદાન આપવું જરુરી છે એ વિચારધારા પર આધારિત ફિલ્મ ‘સંગમ’ (Sangam)ની પણ રશિયામાં ખૂબ પ્રશંસા થઇ હતી. સંગમને વિવેચકોએ જ્યારે નબળી હોવાનો રિવ્યૂ આપ્યો હતો ત્યારે લોકોએ એને મારવાની ધમકીઓ પણ આપી હતી! લેખક એ. અબ્બાસ, જેઓ એક કટ્ટર કોમ્યુનિસ્ટ (Communist) હતા, તેઓ ‘આવારા’ તથા ‘મેરા નામ જોકર’ (Mera Naam Jocker) ફિલ્મના લેખક હતા. એમની મહાન કૃતિ ગણાયેલી ‘મેરા નામ જોકર’નો પણ રશિયા સાથે નાતો હતો. આ ફિલ્મમાં રુસી એક્ટ્રેસ સેનિયા રિયાબિનકિનાએ પણ અભિનય કર્યો હતો. આ રીતે રાજ કપૂરનો સંબંધ રશિયા સાથે ઘનિષ્ઠ બનતો જ ગયો અને એમની ફિલ્મોના ગીતોએ દેશના સીમાડા વળોટીને સમગ્ર વિશ્વમાં ઈતિહાસ રચી દીધો હતો! એમની મૂવીઝના પ્રખ્યાત ગીતોનો જાદુ રુસી દિલોદિમાગમાંથી હજુ સુધી ઓસર્યો નથી!


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રાજ કપૂર લતા મંગેશકર સાથે ‘સત્યમ શિવમ સુંદરમ’ બનાવવા માંગતા હતા

આ પણ વાંચો: રાજ કપૂરની 100મી જન્મજયંતિ: કપૂર પરિવારે વડાપ્રધાન મોદીને આપ્યું આમંત્રણ, જુઓ તસવીરો

આ પણ વાંચો: PM મોદીએ રાજ કપૂરને તેમની 100મી જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી, ‘શોમેન’ના વખાણમાં લોકગીત ગાયું