sports news/ ફિફા વર્લ્ડકપ 2026; ગોલ્ડન બૂટ મેળવવા મેસ્સી, એમબાપ્પે અને હાલેન્ડ વચ્ચે કાંટાની ટક્કર

FIFA World Cup 2026 માં ગોલ્ડન બૂટ જીતવાની રેસ રોમાંચક બની છે. આર્જેન્ટિનાના કેપ્ટન લિયોનેલ મેસ્સી (Messi) 8 ગોલ સાથે ટોપ પર છે, જ્યારે કાયલિયન એમબાપ્પે અને એર્લિંગ હાલેન્ડ 7-7 ગોલ સાથે તેમને જોરદાર ટક્કર આપી રહ્યા છે.

Trending Sports
messi

મેગા ફૂટબોલ ટૂર્નામેન્ટ ફિફા વર્લ્ડકપ 2026 હવે તેના સૌથી રોમાંચક તબક્કામાં પ્રવેશી ચૂક્યો છે. ખિતાબ જીતવા માટે મેદાનમાં ઉતરેલી 64 ટીમોમાંથી હવે માત્ર 8 ટીમો જ રેસમાં બચી છે, જ્યારે બાકીની 56 ટીમો ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. આગામી 10 જુલાઈથી ક્વાર્ટર ફાઈનલના હાઈ-વોલ્ટેજ મુકાબલા શરૂ થવા જઈ રહ્યા છે. ટીમની ટ્રોફી સિવાય અત્યારે ફેન્સની નજર ટૂર્નામેન્ટમાં સૌથી વધુ ગોલ કરનાર ખેલાડીને મળનારા ‘ગોલ્ડન બૂટ'(GoldenBoot )એવોર્ડ પર ટકેલી છે.

messi

આ પ્રતિષ્ઠિત એવોર્ડ મેળવવાની રેસમાં આર્જેન્ટિનાના સુપરસ્ટાર કેપ્ટન લિયોનેલ મેસ્સી અત્યારે સૌથી આગળ ચાલી રહ્યા છે. જોકે, ફ્રાન્સના કાયલિયન એમબાપ્પે (KylianMbappe) અને નોર્વેના એર્લિંગ હાલેન્ડ તરફથી તેમને જોરદાર ટક્કર મળી રહી છે. નિયમ મુજબ, ટૂર્નામેન્ટમાં સૌથી વધુ ગોલ કરનારને ગોલ્ડન બૂટ, જ્યારે બીજા અને ત્રીજા નંબરના ખેલાડીને અનુક્રમે સિલ્વર અને બ્રોન્ઝ બૂટ એનાયત કરવામાં આવે છે.

fifa

 

મેસ્સીએ 8 ગોલ સાથે બનાવી મજબૂત પકડ

ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિનાએ રાઉન્ડ ઓફ 16 ની મેચમાં ચમત્કારી પ્રદર્શન કરીને ક્વાર્ટર ફાઈનલમાં જગ્યા બનાવી છે. ઈજિપ્ત સામે રમાયેલી રોમાંચક મેચમાં આર્જેન્ટિનાની ટીમ એક સમયે 2-0 થી પાછળ હતી, પરંતુ છેલ્લી મિનિટોમાં જોરદાર વાપસી કરીને મેચ 3-2 થી પોતાના નામે કરી લીધી હતી. આ મેચમાં લિયોનેલ મેસ્સીએ કરેલો ત્રીજો ગોલ ટીમ માટે વિજયી સાબિત થયો હતો.

fifa cup

આ નિર્ણાયક ગોલ સાથે મેસ્સી ચાલુ વર્લ્ડકપમાં કુલ 8 ગોલ કરીને ટોપ પર પહોંચી ગયા છે. બીજા સ્થાને ફ્રાન્સનો કાયલિયન એમબાપ્પે છે, જેના નામે 7 ગોલ અને 2 આસિસ્ટ છે. નોર્વેનો સ્ટ્રાઈકર એર્લિંગ હાલેન્ડ પણ 7 ગોલ સાથે ત્રીજા સ્થાને બરાબરી પર છે. ક્વાર્ટર ફાઈનલની મેચોમાં આ ત્રણેય દિગ્ગજો પોતાની ટીમને સેમીફાઈનલમાં પહોંચાડવાની સાથે પોતાના ગોલની સંખ્યા વધારવા પૂરો દમ લગાવશે.

કરિયરમાં પહેલીવાર ગોલ્ડન બૂટ જીતવાની મેસ્સી પાસે સુવર્ણ તક

દુનિયાના સર્વશ્રેષ્ઠ ફૂટબોલર્સમાં ગણાતા લિયોનેલ મેસ્સી (LionelMessi )એ પોતાના કરિયરમાં હજુ સુધી ક્યારેય વર્લ્ડકપનો ગોલ્ડન બૂટ એવોર્ડ જીત્યો નથી. વર્ષ 2022 માં રમાયેલા ફિફા વર્લ્ડકપમાં મેસ્સીએ શાનદાર રમત બતાવીને 7 ગોલ કર્યા હતા, પરંતુ તેઓ બીજા સ્થાને રહ્યા હતા. તે સમયે ફ્રાન્સના કાયલિયન એમબાપ્પેએ કુલ 8 ગોલ ફટકારીને ગોલ્ડન બૂટ પોતાના નામે કર્યો હતો. આ સ્થિતિમાં, આ વર્ષે મેસ્સી પાસે એમબાપ્પેને પછાડીને આ ખાસ એવોર્ડ પોતાના નામે કરવાની શાનદાર તક છે.


આ પણ વાંચો :પેરાગ્વે સામે જર્મનીની હાર! ફિફા વર્લ્ડ કપમાં ફૂટબોલ વિશ્વનો સૌથી મોટો ઉલટફેર

આ પણ વાંચો :FIFA વર્લ્ડ કપ 2026: ક્વાર્ટર ફાઇનલ પહેલા ફૂટબોલ ફેન્સ માટે મોટા સમાચાર, ટિકિટના ભાવમાં જંગી ઘટાડો; જાણો શું છે કારણ

આ પણ વાંચો :10 વર્ષ બાદ બાંગ્લાદેશમાં રમાશે એશિયા કપ? આ 3 સ્ટેડિયમમાં મેચો યોજવાની તૈયારી શરૂ