મોસ્કો,
૨૦૨૬માં યોજાનારા ફૂટબોલના મહાકુંભની મેજબાની માટેના દેશનું એલાન કરવામાં આવ્યું છે. ૨૦૨૬માં યોજાનારા ફૂટબોલના વર્લ્ડકપનું આયોજન ઉત્તર અમેરિકાના દેશો અમેરિકા, કેનેડા અને મેક્સિકોને આપવામાં આવી છે.
૨૦૨૬ના ફૂટબોલના વર્લ્ડકપના આયોજન માટે ઉત્તર કોરિયાના આ ત્રણેય દેશોની ટક્કર મોરક્કો સામે હતી, પરંતુ ફિફાના સભ્યો ઉત્તર અમેરિકાના પક્ષમાં વધુ વોટ આપ્યા હતા અને આગામી વર્લ્ડકપની મેજબાની ઉત્તર કોરિયાના ત્રણ દેશોને આપવામાં આવી છે. જયારે બીજી બાજુ મોરક્કો આ મહાકુંભના આયોજનને લઇ પાંચમી વાર બહાર થયું છે.

૨૦૨૬ના આયોજન માટે ઉત્તર અમેરિકાના પક્ષમાં ૧૩૪ વોટ મળ્યા હતા જયારે મોરક્કોને માત્ર ૬૫ વોટ મળ્યા છે. એક કોંગ્રસ સભ્યે કોઈ પણ દેશના પક્ષમાં વોટ કર્યો ન હતો.
માનવામાં આવી રહ્યું છે કે, ૨૦૨૬ના વર્લ્ડકપમાં ૪૮ ટીમો ભાગ લઇ શકે છે. આ ટુર્નામેન્ટ ૩૪ દિવસ સુધી ચાલશે જેમાં કુલ ૮૦ મેચ રમાશે. જયારે હાલમાં રશિયામાં યોજવા જઈ રહેલા વર્લ્ડકપમાં ૩૨ ટીમો ભાગ લઇ રહી છે.
બીજી બાજુ વર્ષ ૧૯૯૪ પછી આ પ્રથમ મૌકો છે જયારે અમેરિકા વર્લ્ડકપનું આયોજન કરી રહ્યું છે, જયારે મેક્સિકોમાં ૧૯૮૬ બાદ પ્રથમવાર ફૂટબોલના મહાકુંભનું આયોજન થઇ રહ્યું છે. આ ઉપરાંત કેનેડામાં પણ પહેલીવાર વર્લ્ડકપની મેચ રમાશે.
ઉત્તર અમેરિકાના પ્રસ્તાવ મુજબ, કુલ મેચમાંથી ૧૦-૧૦ મેચ કેનેડા અને મેક્સિકોમાં આયોજિત કરાશે જયારે બાકીની ૬૦ મેચ અમેરિકામાં રમાશે. ૨૦૨૬ વર્લ્ડકપની ફાઈનલ અમેરિકાના ન્યુ જર્સી સ્થિત મેટલાઈફ સ્ટેડિયમમાં રમાશે.
મહત્વનું છે કે, ૨૦૧૮ અને ૨૦૨૨ની ફૂટબોલ વર્લ્ડકપની મેજબાની માટે થયેલી વિવાદિત ચૂંટણી કરતા ૨૦૨૬ની પ્રક્રિયા વધુ પારદર્શક રહી છે. નોધનીય છે કે, ૨૦૧૮ના વર્લ્ડકપનું આયોજન રશિયામાં થઇ રહ્યું છે, જયારે ૨૦૨૨ના વર્લ્ડકપની મેજબાની કતાર કરી રહ્યું છે.
