| મેષ (અ.લ.ઈ) |
સવાર સુધી કામકાજમાં સફળતા પરંતુ બપોર પછી મુસીબત આવતા તકલીફ વેઠવી પડે.આરોગ્યનું ધ્યાન રાખવું |
| વૃષભ (બ.વ.ઉ) |
અષાઢી બીજનો પાવન અવસર સુખમય રહે.પારિવારિક ઝગડાનો અંત આવે.સાંજ પછી કૃષ્ણ ભક્તિ કરવાથી લાભ થાય.આળસ ખંખેરવી પડે. |
| મિથુન (ક.છ.ઘ) |
પસંદગીનું કામ થાય.સ્નેહીજન સાથેની મુલાકાત શક્ય બને.માનસિક વ્યગ્રતા ઓછી થતી હોય તેવું લાગે. |
| કર્ક (ડ.હ) |
પરિવારજનોના આરોગ્યને લઇને ચિંતા રહે.તમારૂ આરોગ્ય પણ નરમ-ગરમ રહે.કૃષ્ણ ભક્તિ કરવાથી ફાયદો થાય. |
| સિંહ (મ.ટ) |
તમે આકસ્મિક નફાકારક ઓર્ડરો મેળવો.ધનલાભ થવાની શક્યતા.કામકાજમાં ધ્યાન રાખશો તો આર્થિક ફાયદો થતો જણાશે. |
| કન્યા (પ.ઠ.ણ) |
તમારા કાર્યક્ષેત્રે એવું પરિવર્તન લાવો જે બપોરથી રોજિંદી કમાણી સાથે બીજી આવક પણ થાય.આજનો દિવસ સુખમય જશે. |
| તુલા (ર.ત) |
તમે ભાગ્યને દોષ આપવાને બદલે કર્મપ્રધાન બની બપોરથી પરિસ્થિતિ બદલો ને ધાર્યા કાર્ય પૂરા કરો. |
| વૃશ્ચિક (ન.ય) |
તમે પોતે જ ઊભી કરેલી જાળમાં ફસાયેલા હોવ, તમારું મગજ કામ ન કરતા તેમાંને તેમાં અટવાયેલા રહો.કાયદાકીય આંટીઘુંટીમાં પણ સપડાઇ શકો. |
| ધન (ભ.ધ.ફ.ઢ) |
આજના દિવસે બીજાની ઉપાધિ તમારા માથ નહીં લેવી.ખોટા વાદ વિવાદમાં પડવાથી તકરાર થાય.માત્ર કામમાં ધ્યાન રાખશો તો વ્યગ્રતા ઘટશે. |
| મકર (ખ.જ) |
તમારા હરીફો કે પ્રતિસ્પર્ધીને હંફાવો ને આગળ રહો, બપોરથી મનોકુળ વાતાવરણમાં સારા કાર્ય થાય. |
| કુંભ (ગ.શ.ષ) |
સમસ્યાનું નિરાકરણ જોવા મળે.નોકરી ધંધામાં ચિંતા રહે છતાં ફાયદો થતો જણાય.આરોગ્ય ખરાબ રહેવાની તકો વધુ. |
| મીન (દ.ચ.ઝ.થ) |
જુની સંપત્તિને લગતો વિવાદ ઉકેલાતો જણાય.અષાઢી બીજનો દિવસ પ્રભુ ભક્તિમાં કાઢવો તો આગળ જતાં ફાયદો થશે. |