બુલાવાયો,
પાકિસ્તાન અને ઝિમ્બાબ્વે વચ્ચે રમાઈ રહેલી પાંચ વન-ડે મેચની ચોથી મેચમાં મહેમાન ટીમના ઓપનર બેટ્સમેન ફખર જમાને શાનદાર બેવડી સદી ફટકારી છે. બુલાવાયોમાં રમાઈ રહેલી ચોથી વન-ડે મેચમાં ૨૮ વર્ષીય જમાને બેવડી સદી ફટકારવાની સાથે જ પાકિસ્તાનનો પ્રથમ જયારે દુનિયાનો છઠ્ઠો બેટ્સમેન બની ગયો છે.
https://twitter.com/ICC/status/1020257349217505281
બીજી બાજુ ફરખ જમાને એક ઇનિંગ્સમાં પાકિસ્તાન તરફથી સૌથી વધુ રન ફટકારવાના રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે. આ પહેલા અનવરે ૧૯૯૭માં ભારત વિરુધ ૧૯૪ રન ફટકાર્યા હતા.
https://twitter.com/cricketworldcup/status/1020261946099216384
પાકિસ્તાની ઓપનર ફખર જમાને ૧૫૬ બોલમાં અણનમ ૨૧૦ રન ફટકાર્યા છે. જમાને પોતાની બેવડી સદી દરમિયાન ૨૪ ફોર અને ૫ છક્કા ફટકાર્યા હતા.
Pakistan's first ODI double century ✅
Pakistan's highest ODI total ✅
The highest opening partnership in men's ODIs ✅@FakharZamanLive's 210* fires Pakistan to a massive 399/1 in the 4th ODI in Bulawayo!#ZIMvPAK LIVE ➡️ https://t.co/c1IYdfYEU4 pic.twitter.com/ZAC2bkarVM— ICC (@ICC) July 20, 2018
બુલાવાયોના ક્વીન સ્પોર્ટ્સ ક્લબ ગ્રાઉન્ડ ખાતે રમાઈ રહેલી ચોથી મેચમાં ફખર જમાનની સાથે સાથે અન્ય ઓપનર ઈમામ-ઉલ-હકે પણ ૧૧૩ રન બનાવ્યા હતા અને પાકિસ્તાનની ટીમે નિર્ધારિત ૫૦ ઓવરમાં ૧ વિકેટના નુકશાને ૩૯૯ રન બનાવ્યા હતા.
આ ઉપરાંત પાકિસ્તાનની ટીમે આ મેચમાં પોતાનો સર્વોચ્ચ સ્કોર પણ બનાવ્યો છે. આ પહેલા ૨૧ જૂન, ૨૦૨૦ના રોજ બાંગ્લાદેશ સામે ૭ વિકેટના નુકશાને ૩૮૫ રન બનાવ્યા હતા.
ઝિમ્બાબ્વે સામેની મેચમાં પાકિસ્તાનના ઓપનર બેટ્સમેન ફરખ જમાન (૨૧૦) અને ઈમામ-ઉલ-હક (૧૧૩)ની જોડીએ પ્રથમ વિકેટ માટે ૩૦૪ રન જોડ્યા હતા. આ સાથે વન-ડે ક્રિકેટમાં પહેલી વિકેટ માટે સૌથી વધુ રનની ભાગીદારીનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.
આ પહેલા શ્રીલંકાના ઓપનર બેટ્સમેન ઉપુલ થરંગા અને સનથ જયસુર્યાની જોડીએ ૨૦૦૬માં લીડ્સમાં ઈંગ્લેંડ સામે ૨૮૬ રન ફટકાર્યા હતા.
