રાજ્યમાં આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર કોરોના કેસમાં સતત ઘટાડો નોધાઇ રહ્યો છે. પરંતુ સત્તાધારી ભાજપના એક પછી એક નેતા કોરોનાનો શિકાર બની રહ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય ભાઈ કોરોના ગ્રસ્ત બન્યા બાદ વધુ બે દિગ્ગજ નેતાઓ કોરોનાની અડફેટે ચઢ્યા હોવાનું જાણવા મળ્યું હતું. તો હાલમાં વધુ એક દિગ્ગજ નેતા કોરોનાનો શિકાર બન્યા હોવાનું સામે આવી રહ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર પૂર્વ કેન્દ્રીય મંત્રી જશવંતસિંહ ભાભોરને કોરોના પોઝિટિવ આવ્યો છે. પ્રદેશ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં હાજર રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. ભાજપ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડના ચોથા સભ્યને કોરોના થયો હોવાનું જાણવા મળ્યું છે.
ઉલ્લેખનીય છે કે ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક માં સામેલ એવા રાજ્યના મુખ્યમંત્રી, મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા , કચ્છના સાંસદ વિનોદ ચાવડા પહેલે થી યુ એન મહેલા હોસ્પીટલમાં સારવાર લઇ રહ્યા છે. અને આ ચોથા ભાજપના નેતા છે કે જે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક માં સામેલ હતા. અને કોરોનાનો શિકાર બન્યા છે.
સોમવારે જશવંતસિંહ ભાભોર ને યુએન હોસ્પિટલમાં સારવાર માટે લાવ્યા હતા. જશવંતસિંહ ભાભોર દાહોદ ના સાંસદ છે.
Cybercrime / CID ક્રાઇમના વડાનું ટ્વિટર એકાઉન્ટ હેક, હેકરે બમણી કમાણી કરતી વેબસાઈટની આપી લાલચ
Surat / ભાજપ MLA વિરુદ્ધ કાર્યકરોમાં રોષ, MLA પુર્ણેશ મોદીનો ભરબજારે લીધો ઉધડો
covid19 / મુખ્યમંત્રીએ જામનગરમાં સભા કરી હતી સંબોધિત, હાજર તમામ મંત્રીઓના કોરોના રીપોર્ટ આવ્યો….
જામનગર / ભાજપના ઉમેદવારો પ્રચાર કરી કોરોના ફેલાવી રહ્યાનો કર્યો આક્ષેપ, 7 દિવસ કોરોન્ટાઇન કરવાની કરી માંગ
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
