Surat News/ સુરતનો વધતો ટ્રાફિક ક્રાઈસિસ, મુસાફરોની મુશ્કેલી ચરમસીમાએ

ટ્રાફિક ની સમસ્યા સુરત રેલ્વે સ્ટેશનને મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટ હબ (MMTH) તરીકે વિશ્વકક્ષાનું બનાવવાની મહત્વાકાંક્ષી યોજના હેઠળ દિલ્હી ગેટથી રિંગ રોડ સુધીના મુખ્ય માર્ગના મોટા ભાગને બેરિકેડ્સથી બંધ કરી દેતા જોવામાં આવી છે.

Top Stories Gujarat Surat Breaking News
સુરત સિટી ફેરવાઇ ટ્રાફિક સિટી મા

Surat News: ડાયમંડ સિટી અને ટેક્સટાઈલ હબ તરીકે વિશ્વભરમાં ચમકતું સુરત શહેર છેલ્લા બે વર્ષથી એક નવી અને અનિચ્છનીય ઓળખ તરફ ધકેલાઈ રહ્યું છે જે છે ‘ટ્રાફિક સિટી’. શહેરના હૃદયસ્થાને એકસાથે ચાલી રહેલા બે મહાપ્રોજેક્ટ્સ  સુરત મેટ્રો અને સુરત રેલ્વે સ્ટેશનનું વર્લ્ડ-ક્લાસ રિડેવલપમેન્ટ ભવિષ્યમાં મુસાફરીને સરળ બનાવશે એ વાત સાચી છે, પણ હાલ તો એ જ બે પ્રોજેક્ટ્સ લાખો સુરતવાસીઓ માટે રોજની સૌથી મોટી મુસીબત બની ગયા છે.

સુરતની નવી ઓળખ બન્યું ટ્રાફિક 

સુરત (Surat) રેલ્વે સ્ટેશનને મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટ હબ (MMTH) તરીકે વિશ્વકક્ષાનું બનાવવાની મહત્વાકાંક્ષી યોજના હેઠળ દિલ્હી ગેટથી રિંગ રોડ સુધીના મુખ્ય માર્ગના મોટા ભાગને બેરિકેડ્સથી બંધ કરી દેવામાં આવ્યો છે. રોડની પહોળાઈ અડધીથી પણ ઓછી થઈ જતાં એક જ સમયે બંને દિશામાંથી આવતા વાહનો એકબીજા સાથે અથડાતા રહે છે.

રિંગ રોડ પર ચાલી રહેલી સુરત મેટ્રોની કામગીરીએ પરિસ્થિતિને વધુ ગંભીર બનાવી છે. હાલ મજૂરા ગેટ બ્રિજની એક બાજુનો રસ્તો પૂરેપૂરો બંધ કરી દેવાયો છે. પરિણામે સાંજના પીક અવર્સમાં મજૂરા ગેટથી મહીધરપુરા પોલીસ સ્ટેશન (Police station) સુધી સતત ૪થી ૫ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ લાગી જાય છે. આ જામની અસર ઉધના, ખરવર નગર, સહારા દરવાજા અને રેલ્વે સ્ટેશન વિસ્તાર સુધી ફેલાઈ જાય છે.ગઈ કાલે સાંજે 6 થી 9 વાગ્યા સુધી ડ્રોન કેમેરામાં કેદ થયેલા દૃશ્યોમાં રસ્તા પર વાહનોના થર ઉપર થર લાગેલા દેખાયા હતા. એક કલાકનું અંતર 5-6 કલાકમાં પૂરું થઈ રહ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરત ટ્રાફિક પોલીસ વાહનના નિયમોનો ભંગ કરનારા સામે બની વધુ આકરી!

આ પણ વાંચો:સુરત ટ્રાફિક પોલીસની ક્રેઈનના કર્મચારીની દાદાગીરી આવી સામે

આ પણ વાંચો:સુરતમાં ટ્રાફિક પોલીસની કડક કાર્યવાહી