Not Set/ ખાંભાનો ચેકડેમ તુટવાની શક્યતા, ખેતરોના પાક નિષ્ફળ જવાની ભીતિ

અમરેલી અમરેલી જીલ્લાના ખાંભા તાલુકાના ફાયરીંગ બટ વિસ્તારવાળો ચેકડેમ તુટવાની શક્યતાઓ સેવાઇ રહી છે. ચેકડેમમાં તિરાડો પડી જતા ખેડૂતોમાં ભયનો માહોલ ફેલાયો છે. ચેકડેમના પાણી ખેતરોમાં ફરી જવાનો ભય ખેડૂતોને ડરાવી રહ્યો છે. ઉલ્લેખનિય છે કે ચેકડેમની આસપાસ ખેડૂતોના ખેતરો આવેલા છે. ખેતરોમાં પિયતને માટે ચેકડેમનુ નિર્માણ કરવામાં આવ્યુ હતુ. પરંતુ ચેકડેમમાં તિરાડો પડતા ચેકડેમના […]

Gujarat Trending

અમરેલી

અમરેલી જીલ્લાના ખાંભા તાલુકાના ફાયરીંગ બટ વિસ્તારવાળો ચેકડેમ તુટવાની શક્યતાઓ સેવાઇ રહી છે. ચેકડેમમાં તિરાડો પડી જતા ખેડૂતોમાં ભયનો માહોલ ફેલાયો છે.

ચેકડેમના પાણી ખેતરોમાં ફરી જવાનો ભય ખેડૂતોને ડરાવી રહ્યો છે. ઉલ્લેખનિય છે કે ચેકડેમની આસપાસ ખેડૂતોના ખેતરો આવેલા છે.

ખેતરોમાં પિયતને માટે ચેકડેમનુ નિર્માણ કરવામાં આવ્યુ હતુ. પરંતુ ચેકડેમમાં તિરાડો પડતા ચેકડેમના પાણી ખેતરોમાં ફરી વળવાની શક્યતાઓ સેવાઇ રહી છે.

ખેતરોમાં પાણી ફરી વળેતો ખેડૂતોને ભારે નુકશાનીને પગલે પાયમાલ થવાનો વારો આવશે. ઉલ્લેખનિય છે કે ઓણ મનરેગા યોજના અંતર્ગત 20 ફૂટ ઉંડો ચેકડેમ નિર્માણ કરવામાં આવ્યો હતો

અમરેલી પંથકમાં વરસાદનુ પ્રમાણ વધી રહ્યુ છે ત્યારે ખેડૂતોને પડ્યા પર પાટુ પડે તેવી પરિસ્થિતિનુ નિર્માણ થયુ છે.