મધ્ય પ્રદેશના ખંડવા જિલ્લાના ચેનપુર ગામમાં એક વ્યક્તિએ લવ મેરેજ કરવા માંગતી પોતાની પુત્રીને શુક્રવાર સવારે કથીત રીતે જીવતી સળગાવી દીધી હતી. જે કારણે એનું મૃત્યુ થઇ ગયું છે. આ મામલામાં પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી લીધી છે. અને મોટા ભાઈને પુછપરછ માટે હિરાસતમાં લેવામાં આવ્યા છે.

દુર્ઘટના બાદ મોકા પર પહોંચેલા ખાલવા પોલીસ સ્ટેશનના પ્રભારી કૈલાશ પાનસેએ જણાવ્યું કે 19 વર્ષીય લક્ષ્મીબાઈને શુક્રવાર સવારે સાડા સાત વાગે જીવતી સળગાવી દેવાના આરોપમાં એના પિતા સુંદર લાલ યાદવ(52)ની ધરપકડ કરવામાં આવી છે. અને છોકરીના મોટા ભાઈ રાજેન્દ્ર યાદવ(28)ને પૂછપરછ માટે હિરાસતમાં લેવામાં આવ્યા છે.
એમણે જણાવ્યું કે લક્ષ્મીનું શબ એમના જ ઘરના આંગણામાં સળગેલું મળ્યું હતું. શબને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યું છે. પાનસેએ કહ્યું કે પ્રારંભિક તપાસમાં એ વાત સામે આવી છે કે લક્ષ્મીના પિતા તેમજ પૂરો પરિવાર પુત્રીની પાડોશમાં રહેતા યુવક સાથે લગ્ન કરવાની જીદથી નારાજ હતા. તેણી સવારે કોર્ટ મેરેજ કરવા માટે માર્કશીટ લઈને ઘરથી નીકળી રહી હતી તો આક્રોશિત પિતાએ કથિત રીતે પકડી લીધી અને તેણી પર કેરોસીન નાખીને આગ લગાવી દીધી હતી.

એમણે જણાવ્યું કે લક્ષ્મીની બૂમો સાંભળીને આસપાસના લોકો મોકા પર પહોંચ્યા હતા. પરંતુ એને બચાવી શક્યા નહતા. પોતાના જ ઘરના આંગણામાં તેણીનું સળગવાથી મોત થઇ ગયું હતું. પાનસે એ જણાવ્યું કે પાડોશીઓએ પોલીસને આ દુર્ઘટનાની સૂચના આપી હતી.
