નાણાંકીય સંકટનો સામનો કરી રહેલી એર ઈન્ડિયાના ખરાબ દિવસો પુરા થવાનું નામ લઈ રહ્યાં નથી. કંપનીના લગભગ 120 એરબસ એ-320 પાયલટે રાજીનામુ આપ્યું છે. આ બધા તેમની સેલેરી ન વધવા અને પ્રમોશન ન થવાને કારણે નારાજ હતા. આ સંદર્ભમાં પાયલટોએ ફરિયાદ કરી છે કે કંપની તેમની સેલેરી વધારી રહી ન હતી. આ સિવાય કંપની તેમનું પ્રમોશન પણ કરી રહી ન હતી. તેમણે આ મુદ્દાને ઘણી વખત રજૂ કર્યા હતા, પરંતુ એડમિનિસ્ટ્રેશને આ બાબતો પર ધ્યાન આપ્યું ન હતું. આ કારણે હાલ તેઓએ રાજીનામું આપ્યું છે.
અગાઉ સમાચાર આવ્યા હતા કે કેન્દ્ર સરકાર એર ઈન્ડિયામાં 100 ટકા હિસ્સો વેચવાની તૈયારીમાં છે. એટલું જ નહિ સરકારે તેના કાર્યકાળમાં 76 ટકા હિસ્સો વેચવાનો પ્લાન પણ તૈયાર કર્યો હતો, જોકે ત્યારે કોઈએ પણ હિસ્સો ખરીદવા માટે રસ ન બતાવ્યો.
એર ઈન્ડિયાએ ત્રણ ઓઈલ કંપનીઓને 4500 કરોડ રૂપિયાથી વધુનું દેવું ચુકવવાનું છે. જે હવાઈ કંપનીએ છેલ્લા ઘણા મહિનાઓથી ચૂકવ્યું નથી. એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે એર ઈન્ડિયાને 90 દિવસનો ક્રેડિટ પીરિયડ મળે છે. તાજેતરમાં જ એર ઈન્ડિયાના ચેરમેન અશ્વિન લોહાનીએ જણાવ્યું હતું કે કંપનીને દર મહિને માત્ર 300 કરોડ રૂપિયા કર્મચારીઓને સેલેરી આપવા માટે જ જોઈએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
