ન્યૂઝીલેન્ડ ટૂર પર ગયેલી ભારતીય ટીમ ટી-20 શ્રેણીની પ્રથમ 2 મેચ જીત્યા બાદ સેડન પાર્ક ખાતે રમાયેલી ત્રીજી મેચ માટે હેમિલ્ટન પહોંચી ગઈ છે. બન્ને ટીમનાં કેપ્ટન ટોસ માટે મેદાનમાં પહોચી ગયા છે જ્યા ન્યૂઝીલેન્ડે ટોસ જીતી પહેલા ફિલ્ડીંગનો નિર્ણય કર્યો છે.
New Zealand have won the toss and they will bowl first in the 3rd T20I.#NZvIND pic.twitter.com/l9nS0lK4PU
— BCCI (@BCCI) January 29, 2020
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પાંચ ટી-20 મેચોની સીરીઝની ત્રીજી મેચ આજે રમાશે. અત્યાર સુધીમાં યોજાયેલી બે મેચોમાં ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડ પર ભારે રહી છે. પ્રથમ મેચ ટીમ ઈન્ડિયાએ છ વિકેટે જીતી હતી, જ્યારે બીજી મેચમાં તે સાત વિકેટે જીતી ગઈ હતી. હવે આજે ત્રીજી મેચ રમાશે. જેના માટે ટીમ ઈન્ડિયા તૈયાર છે.
#TeamIndia will take on the @BLACKCAPS in the 3rd T20I at the Seddon Park.
Will the men in blue seal the series?
Live action starts at 12.30 PM IST #NZvIND pic.twitter.com/TLkc1yojo2
— BCCI (@BCCI) January 29, 2020
જો આજે ટીમ ઈન્ડિયા મેચ જીતી લે છે, તો તે શ્રેણીની કમાન સંભાળશે. જો ભારતીય ટીમ આજની મેચ જીતી લે છે, ત્યારે પહેલીવાર બનશે કે ટીમ ઈંડિયા ન્યૂઝીલેન્ડમાં ટી-20 સીરીઝ જીતશે. અત્યાર સુધી ટીમ ઈન્ડિયાએ રમતનાં દરેક ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. હવે સ્થિતિ એવી છે કે ટીમ ઈન્ડિયા પાંચ મેચની શ્રેણીમાં 2-0થી આગળ છે. જો આજની મેચ ટીમ ઈન્ડિયાને જીતવામાં સફળ રહે છે, તો તે શ્રેણીમાં અજેય લીડ મેળવશે.
New Zealand choose to bowl in the third #NZvIND T20I.
For 🇳🇿 : Scott Kuggeleijn comes in for Blair Tickner
For 🇮🇳 : No changes pic.twitter.com/D0ABLPoNRX
— ICC (@ICC) January 29, 2020
આજની મેચ જો ટીમ ઈન્ડિયા પોતાના નામે કરે છે તો અને સીરીઝ પર કબઝો મેળવી લે છે તો આ પહેલીવાર બનશે, કે ટીમ ઈન્ડિયા ટી-20 મેચોની સીરીઝમાં ન્યૂઝીલેન્ડને હરાવશે. ભારતે 2008-09 માં મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાનીમાં 0-2થી પરાજય મેળવ્યો હતો, જ્યારે ગત વર્ષે શ્રેણીમાં 1-2થી હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતની આ ટીમ અત્યારે ઉત્કૃષ્ટ ફોર્મમાં છે અને 2019 વનડે વર્લ્ડ કપ પછી, તેઓ રમાયેલી પાંચ ટી-20 સિરીઝમાં તેઓ શાનદાર રીતે રમ્યા છે. આ પ્રદર્શનને તેઓ આગળ ધપાવે તેવી પૂરી સંભાવનાઓ દેખાઇ રહી છે.
ભારત:
3rd T20I. India XI: R Sharma, KL Rahul, V Kohli, S Iyer, S Dube, M Pandey, R Jadeja, S Thakur, Y Chahal, M Shami, J Bumrah https://t.co/7O8uUMMnPg #NZvInd
— BCCI (@BCCI) January 29, 2020
રોહિત શર્મા, લોકેશ રાહુલ (વિકેટકિપર), વિરાટ કોહલી (કેપ્ટન), શ્રેયસ ઐયર, શિવમ દુબે, મનીષ પાંડે, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, યુઝવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ
ન્યૂઝીલેન્ડ:
3rd T20I. New Zealand XI: M Guptill, C Munro, K Williamson, C de Grandhomme, R Taylor, T Seifert, M Santner, T Southee, S Kuggeleijn, I Sodhi, H Bennett https://t.co/7O8uUMMnPg #NZvInd
— BCCI (@BCCI) January 29, 2020
માર્ટિન ગુપ્ટિલ, કોલિન મુનરો, કેન વિલિયમસન (કેપ્ટન), કોલિન ડી ગ્રાન્ડહોમ, રોસ ટેલર, ટિમ સીફેર્ટ (વિકેટકિપર), મિશેલ સેન્ટનર, ટિમ સાઉદી, સ્કોટ કુગલેઇજન, ઇશ સોઢી, હમિશ બેનેટ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
