IPL 2022/ ગૌતમ ગંભીર IPL માં Return, મળી એક ખાસ જવાબદાર

IPL મેગા ઓક્શન પહેલા, ભારતનાં ભૂતપૂર્વ ઓપનર અને ભૂતપૂર્વ KKR કેપ્ટન ગૌતમ ગંભીર મેગા ઓક્શન પહેલા જ IPL ટીમનાં મેન્ટર બની ચૂક્યા છે.

Top Stories Sports
ગૌતમ ગંભીર

ક્રિકેટની સૌથી મોટી લીગ IPL માં આવતી સીઝન IPL 2022 થી લખનઉ અને અમદાવાદ બે નવી ટીમો જોડાવવા જઇ રહી છે. વળી, IPL મેગા ઓક્શન પહેલા, ભારતનાં ભૂતપૂર્વ ઓપનર અને ભૂતપૂર્વ KKR કેપ્ટન ગૌતમ ગંભીર મેગા ઓક્શન પહેલા જ IPL ટીમનાં મેન્ટર બની ચૂક્યા છે.

આ પણ વાંચો – Cricket / એજાઝ પટેલે 10 વિકેટ લઇને રેકોર્ડ બનાવનારા બોલ કર્યા Donate

IPL 2022 થી, 2 નવી ટીમો લખનઉ અને અમદાવાદ T20 લીગમાં પ્રવેશ કરશે. આ ટીમોની પસંદગી BCCI દ્વારા હરાજી દ્વારા કરવામાં આવી હતી. લખનઉની ટીમે તેના મુખ્ય કોચની જાહેરાત કરી દીધી છે. વળી, લખનઉ IPL ફ્રેન્ચાઇઝી કેપ્ટન કેએલ રાહુલનું નામ નક્કી કરવામાં આવ્યું છે, જેની સત્તાવાર જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી. વળી, લખનઉએ ઝિમ્બાબ્વેનાં ભૂતપૂર્વ કેપ્ટન એન્ડી ફ્લાવરને મુખ્ય કોચ તરીકે નિયુક્ત કર્યા છે. ફ્લાવર પંજાબ કિંગ્સનાં આસિસ્ટન્ટ કોચ રહી ચૂક્યા છે. કોચ બાદ લખનઉએ IPL નાં ચેમ્પિયન કેપ્ટન રહેલા પૂર્વ ભારતીય ઓપનર ગૌતમ ગંભીરને તેના મેન્ટર બનાવ્યા છે. પ્રખ્યાત ખેલ પત્રકાર બોરિયા મજુમદારે ગૌતમ ગંભીરની મેન્ટરશિપની પુષ્ટિ કરી છે. ગંભીરે તેની કેપ્ટનશીપ હેઠળ 2012માં KKRને પ્રથમ IPL ખિતાબ જીતાડ્યો હતો. KKR ને ફાઇનલમાં લઈ જવામાં કેપ્ટન ગૌતમ ગંભીરે મહત્વની ભૂમિકા ભજવી હતી. આ સીઝનમાં શાનદાર બેટિંગ કરીને તેણે 17 મેચમાં 39.33ની એવરેજ અને 143.55ની સ્ટ્રાઈક રેટથી 590 રન બનાવ્યા હતા.

આ પણ વાંચો – ક્રિકેટ / વિરાટ કોહલી પાસેથી કેપ્ટનશીપ છીનવી લેવી તેની બેટિંગ માટે સારી હોઈ શકેઃગાવસ્કર

આ દરમિયાન તેના બેટમાંથી છ અડધી સદી પણ નિકળી હતી. ગૌતમ ગંભીરે શાહરૂખ ખાનની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સને પ્રથમ વખત ચેમ્પિયન બનાવ્યું હતુ, જેમાં મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાની હેઠળની ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ સતત ત્રીજું ખિતાબ જીતવામાં અસફળ રહી હતી. ગૌતમ ગંભીરે વર્ષ 2014માં KKRને બીજી વખત IPLની ચેમ્પિયન બનાવી હતી. IPLની 7મી સીઝનમાં, ગૌતમ ગંભીરની કોલકાતા નાઈટ રાઈડર્સે જ્યોર્જ બેઈલીની આગેવાની હેઠળની કિંગ્સ 11 પંજાબને 3 વિકેટે હરાવીને બીજી વખત ટાઈટલ જીત્યું હતુ. રોહિત શર્મા અને એમએસ ધોની પછી ગૌતમ ગંભીર તેના ખાતામાં 2 IPL ટાઇટલ સાથે સૌથી સફળ કેપ્ટન છે. રોહિત શર્માએ મુંબઈ માટે 5 ટાઇટલ જીત્યા છે જ્યારે એમએસ ધોનીએ CSK માટે 4 ટાઇટલ જીત્યા છે.