Jamnagar/ ડીસ્ટ્રીક્ટ કો ઓપરેટીવ બેંકની ચુંટણીમાં ધારાસભ્ય રાઘવજી પટેલ વિરુદ્ધ વાંધા અરજી કેમ કરવામાં આવી…?

ડીસ્ટ્રીક્ટ કો ઓપરેટીવ બેંકની ચુંટણીમાં ધારાસભ્ય રાઘવજી પટેલ વિરુદ્ધ વાંધા અરજી કેમ કરવામાં આવી…?

Top Stories Gujarat Others
KEVADIYA SAFARI પાર્ક 16 ડીસ્ટ્રીક્ટ કો ઓપરેટીવ બેંકની ચુંટણીમાં ધારાસભ્ય રાઘવજી પટેલ વિરુદ્ધ વાંધા અરજી કેમ કરવામાં આવી...?

@સલમાન ખાન, જામનગર

જામનગર ડીસ્ટ્રીક્ટ કો ઓપરેટીવ બેંકની ચુંટણી માટે આગામી તારીખ 13 જાન્યુઆરી ના રોજ મતદાન છે ત્યારે આ સહકારી ક્ષેત્રે હાલારના બંને જિલ્લામાં મોટુ કદ ધરાવતી સંસ્થામાં ભરશિયાળામાં પણ ભારે ગરમાવાનો માહોલ સર્જાયો છે. સહકારી ક્ષેત્ર આમતો રાજકીય આધાર કે પક્ષીય લેવલથી દૂર રહી ચાલે છે તેવુ કહેવાય છે અને બંધારણ પણ એવુ જ છે. છતાય રાજકીય રંગ આ ક્ષેત્રને લાગ્યો છે. ત્યારે આ બેંક પણ એમાંથી બાકાત નથી અને સહકાર ક્ષેત્ર તેમજ ગ્રામ્ય ક્ષેત્ર બંનેનો આ ચુંટણીમાં પ્રત્યક્ષ પરોક્ષ પ્રભાવ પડતો જ આવ્યો છે.

ધી જામનગર ડિસ્ટ્રીક્ટ કો – ઓપરેટીવ બેંક લી. માં ઉમેદવારીપત્રો ગત તારીખ 19 સુધી ભરાયા હતા.  આજરોજ શહેર મામલતદાર કચેરી ખાતે ઉમેદવારી ફોર્મ ની ચકાસણી કરવામાં આવી હતી. અને તા.24 ના રોજ 15:00 કલાકે માન્ય ઉમેદવારીપત્રોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે.  તા.28 થી તા. 01 દરમિયાનમાં જાહેર રજાના દિવસો સિવાય સવારના 11:00 થી 15:00 કલાક સુધીમાં ઉમેદવારીપત્રો પાછા ખેંચી શકાશે. ત્યારબાદ તા. 02 રોજ 15:00 કલાકે મામલતદાર ખાતે હરીફ ઉમેદવારોની આખરી યાદી પ્રસિધ્ધ કરવામાં આવશે.  તેમજ મતદાન તા.13 ના રોજ 10 : 00 થી 17:00 કલાક સુધી ડિ.કે.વી. કોલેજ ખાતે યોજવામાં આવશે.

14 ડાયરેક્ટરો ની ચૂંટણીમાં ગ્રામ્ય ધારાસભ્ય રાઘવજી પટેલે પણ ઉમેદવારી પત્ર ભર્યું છે. આજરોજ શહેર મામલતદાર કચેરી ખાતે ઉમેદવારી ફોર્મ ચકાસણી થી હતી.

ધારાસભ્ય રાઘવજી પટેલ સામે વાંધા અરજી રજુ કરવામાં આવી છે. નોધનીય છે કે, તાજેતરમાં જ રાઘવજી પટેલ ને ધ્રોલ કોર્ટે 6 માસ ની સજા સંભળાવી હતી. હાલ રાઘવજી પટેલ જામીન પર બહાર છે. સહકારી બેન્ક ની ચૂંટણી માં ઉમેદવાર પર કોઈપણ પ્રકારના કેસમાં સજા સંબંધે ચૂંટણી ન લડી શકવાનો સ્પષ્ટ ઉલ્લેખ છે.

જેને લઈને રાઘવજી પટેલ સામે ઉભેલા ઉમેદવાર રઘુભાઈ મૂંગરા એ વાંધા અરજી કરી છે. જેને લઈને રાઘવજી પટેલની મુશ્કેલીમાં વધારો થઇ શકે છે. સાથે અન્ય કેટલાક ઉમેદવારો પર પણ વાંધા અરજીઓ કરવામાં આવી છે.

education / CBSE બોર્ડની પરીક્ષાઓને લઈ શિક્ષણ મંત્રીનો મોટો નિર્ણય…

ઉલ્લેખનીય છે કે, જામનગર ડીસ્ટ્રીકટ કો ઓપરેટીવ બેંકની ચૂંટણી જાહેર થયા બાદ 14 ડીસેમ્બરથી ફોર્મ ભરવાનું શરૂ થયું હતું અને બેંકના પૂર્વ ચેરમેન અશોકભાઇ લાલ, ગ્રામ્ય ધારાસભ્ય રાઘવજી પટેલ તથા અન્ય અગ્રણી મૂળુભાઇ બેરા, મેરગ ચાવડા અને બ્રિજરાજસિંહ જાડેજા, જીતુભાઇ લાલ વગેરે ઉમેદવારોએ નામાંકન પત્ર ભર્યા છે માટે રસાકસી નો માહોલ હાલ બન્યો છે.

ઉલ્લેખનીય છે કે જિલ્લા સહકારી બેંકના 14 ડાયરેક્ટરો માટે મતદાન થાય છે અને સરકારમાંથી બે નિયુક્ત થાય છે આમ કુલ 16 નું સંખ્યાબળ હોય છે. આ 14 વિભાગના ચૂંટણી જંગમાં કુલ માન્ય અને મતદાન માટે એપ્રુવ થયેલી 845 જેટલી મંડળીઓની યાદી પહેલા પ્રસિદ્ધ થઇ હતી ( જોકે આખરી સુધારા વધારાને વધ ઘટ થઇ પણ શકે ) જેના સભ્યો નોમતદારો તરીકેનો સમાવેશ થાય છે.

Vaccine / લો આવી ગઇ Good News, દેશમાં આ તારીખે આવશે કોરોનાની રસી…

મહત્વની વાત એ છે કે સહકારી ક્ષેત્રની ચુંટણી હોય જેમા રાજકીય પક્ષાપક્ષીના બદલે ભાજપે જામનગર ડિસ્ટ્રીકટ બેંક ઉપર કબજો કરવા ખાસ વ્યુહરચના ઘડી હોવાનું જાણવા મળે છે. બીજી તરફ કોંગ્રેસના મજબુત નેતાઓ જેઓનું ગ્રામ્ય કક્ષાએ જોર છે તેઓ પણ નમતુ જોખે તેમ ન હોઇ. આ સમગ્ર ચુંટણી જંગ દિવસે દિવસે વધુ ને વધુ રસપ્રદ બની રહ્યો છે. અને ખાનગી ગોઠવણ મીટીંગો અને મંડળીઓના સભ્યોને મતદાન કરવા કે ન કરાવાના પણ ખેલ પડશે તેમ સમીક્ષકોનું માનવુ છે.

Covid-19 / યુકેથી અમદાવાદ આવેલી ફ્લાઇટમાં ચાર પેસેન્જરનો કોરોના રિપોર્ટ…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…