2002માં ગુજરાતને બદનામ કરવા મામલે/ SITએ તિસ્તા સેતલવાડ વિરુદ્ધ 7000 પાનાની ચાર્જશીટ દાખલ કરી,પૂર્વ IPS રાહુલ શર્માને સાક્ષી બનાવવામાં આવ્યા

ગુજરાતમાં વર્ષ 2002 રાજ્યને બદનામ કરવાના કેસમાં તિસ્તા સેતલવાડ  વિરૂદ્ધ કોર્ટમાં SITએ ચાર્જશીટ દાખલ કરી છે. જેમાં SITએ તીસ્તા વિરૂદ્ધ ગંભીર આરોપોના પુરાવા રજૂ કર્યા છે.

Top Stories Gujarat
26 SITએ તિસ્તા સેતલવાડ વિરુદ્ધ 7000 પાનાની ચાર્જશીટ દાખલ કરી,પૂર્વ IPS રાહુલ શર્માને સાક્ષી બનાવવામાં આવ્યા
  • SIT એ તિસ્તા સેતલવાડ સામે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી…
  • તિસ્તા વિરુદ્ધ 7000 પાના ની ચાર્જશીટ દાખલ કરાઈ
  • 100 લોકોના નિવેદન લેવામાં આવ્યા છે
  • 07 વ્યક્તિઓના 164 મુજબ નિવેદન લેવામાં આવ્યા છે
  • મુખ્ય આરોપીમાં તિસ્તા સેતલવાડ, પૂર્વ IPS આર.બી શ્રી કુમાર, પૂર્વ IPS સંજીવ ભટ્ટનો કરાયો ઉલ્લેખ…
  • પૂર્વ IPS રાહુલ શર્માને સાક્ષી બનાવવામાં આવ્યા
  • SIT એ રાહુલ શર્મા અને સંજીવ ભટ્ટ વચ્ચેની વાતચીતના ઈમેલ પુરાવા સ્વરૂપે મળી આવ્યા

ગુજરાતમાં વર્ષ 2002 રાજ્યને બદનામ કરવાના કેસમાં તિસ્તા સેતલવાડ  વિરૂદ્ધ કોર્ટમાં SITએ ચાર્જશીટ દાખલ કરી છે. જેમાં SITએ તીસ્તા વિરૂદ્ધ ગંભીર આરોપોના પુરાવા રજૂ કર્યા છે. તેમજ ચાર્જશીટમાં 7 વ્યક્તિઓના 164  નિવેદનો લેવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર ચાર્જશીટમાં પૂર્વ IPS શ્રીકુમાર અને સંજીવ ભટ્ટે બોગસ દસ્તાવેજો તૈયાર કર્યાનો ચાર્જશીટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં બંને IPS અધિકારીઓએ બોગસ દસ્તાવેજોની અધીકૃત એન્ટ્રી કરી હતી.આ કેસમાં પૂર્વ આઇપીએસ રાહુલ શર્માને સાક્ષી બનાવવામાં આવ્યા છે.એસઆઇટીએ રાહુલ શર્મા અને સંજીવ ભટ્ટ વચ્ચેની વાતચીતના ઇમેલ સ્વરૂપે પુરાવા પણ મળી આવ્યા છે. આ ચાર્જશીટમાં 100 લોકોના નિવેદન લેવામાં આવ્યા છે. તિસ્તા સેતલવાડ વિરૂદ્વ 7 હજાર પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.