IPL 2023/ રવીન્દ્ર જાડેજાએ રાજસ્થાન રોયલ્સ સામે રચ્યો ઈતિહાસ, ધોની-રોહિતની આ ખાસ ક્લબમાં સામેલ

IPL 2023 (IPL 2023) ની 37મી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે જયપુરના સવાઈ માનસિંહ ગ્રાઉન્ડ પર રમાઈ રહી છે

Top Stories Sports

IPL 2023 (IPL 2023) ની 37મી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે જયપુરના સવાઈ માનસિંહ ગ્રાઉન્ડ પર રમાઈ રહી છે. મેચમાં રાજસ્થાનની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જયારે ચેન્નાઈ સુપર કિંગ્સના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ મેદાન પર પગ મૂકતાની સાથે જ એક વિશેષ સિદ્ધિ મેળવી હતી.

ઉલ્લેખનીય છે કે જાડેજાની આ 300મી ટી20 મેચ છે. આ સિવાય જાડેજા આજે ચેન્નાઈ સુપર કિંગ્સ માટે તેની 150મી T20 મેચ રમી રહ્યો છે. આ દરમિયાન તેણે એક ખાસ ક્લબમાં પ્રવેશ કર્યો છે.

વાસ્તવમાં CSK ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ રાજસ્થાન રોયલ્સ સામે રમાઈ રહેલી મેચમાં એક ખાસ સિદ્ધિ મેળવી હતી. જાડેજા CSK ટીમ માટે તેની 150મી અને T20માં તેની 300મી મેચ રમી રહ્યો છે. આ દરમિયાન તે 300 અને તેનાથી વધુ ટી20 મેચ રમનારા ભારતીય ખેલાડીઓની યાદીમાં પહોંચી ગયો.

આ લિસ્ટમાં પહેલા નંબર પર ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા છે, જેણે T20માં કુલ 414 મેચ રમી છે. અત્યાર સુધી ભારતના આઠ ખેલાડીઓ 300 થી વધુ ટી-20 મેચ રમી ચૂક્યા છે. તેમાં આંતરરાષ્ટ્રીય ટી20 મેચોનો પણ સમાવેશ થાય છે. બીજા નંબર પર દિનેશ કાર્તિકે 381 ટી20 મેચ રમી છે અને મહેન્દ્ર સિંહ ધોની 369 ટી20 મેચ રમ્યો છે.

300 અને તેથી વધુ T20 મેચ રમનાર ભારતીય ખેલાડીઓ

  • રોહિત શર્મા – 414 T20 મેચ
  • દિનેશ કાર્તિક – 381 ટી20 મેચ
  • એમએસ ધોની – 369 ટી20 મેચ
  • વિરાટ કોહલી – 368 T20 મેચ
  • સુરેશ રૈના – 368 ટી20 મેચ
  • શિખર ધવન – 322 ટી20 મેચ
  • રવિચંદ્રન અશ્વિન – 304 ટી20 મેચ
  • રવિન્દ્ર જાડેજા – 300 T20 મેચ 

IPLમાં CSK માટે સૌથી વધુ મેચ

  • એમએસ ધોની – 212
  • સુરેશ રૈના – 176
  • રવિન્દ્ર જાડેજા – 150
  • ડ્વેન બ્રાવો – 116
  • આર અશ્વિન – 97