સુરત : રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ સુરત પ્રશાસન હજુ પણ ઘોર નિંદ્રામાં છે. અગ્નિકાંડ બાદ રાજ્યભરમાં ઉહાપોહ મચ્યો હતો. જેનાબાદ વિવિધ એકમો પર ચકાસણીની કાર્યવાહી બાદ સીલ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જો કે પ્રશાસન હજુ પણ ગાઢ નિંદ્રામાં હોય તેવું લાગે છે. કારણ કે વહીવટીતંત્ર દ્વારા સિલની કામગીરી છતાં શહેરમાં પતરના શેડ બની રહ્યા છે. વરાછા મેઇન રોડ હોટલની ઉપર શેડ લગાવવામાં આવ્યા. શેડ ગેરકાયદેસર હોવા છતાં નવા બનાવવામાં આવી રહ્યા છે. હજુ અગ્નિકાંડનો મામલો શમ્યો નથી ત્યારે પાલિકાના નાક નીચે જ એકમ દ્વારા મંજૂરી વગર નવા શેડ બનાવવામાં આવી રહ્યા છે. જણાવી દઈએ કે આજે હાઈકોર્ટમાં આ મામલાની સુનાવણી થવાની છે.
ટીઆરપી ગેમઝોનમાં 27 લોકોના મોત થતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો. મૃતકોના પરિવાર દ્વારા ન્યાયની માંગ કરાતા જવાબદારો સામે કાર્યવાહી કરવા પ્રશાસને હાકલ કરી. ગેમઝોન અગ્નિકાંડ મામલાની SITને તપાસ સોંપવામાં આવી છે. આજે SIT સમક્ષ ગેમઝોનના માલિક યુવરાજસિંહ સોલંકી દ્વારા ચોંકાવનારો ઘટસ્ફોટ કરાયો. ગેમઝોનના માલિકે જણાવ્યું કે ભાજપના કોર્પોરેટર દ્વારા આ મામલે તોડ કરવામાં આવી હતી. 2023માં પણ આ ગેમઝોનમાં આગની ઘટના બની હતી ત્યારે કોર્પોરેટરોનો સંપર્ક કર્યો હતો. તેમણે મંજૂરી આપવા અને ઇમ્પેક્ટ ફી ભરી બાંધકામ કાયદેસર કરવા 1.5લાખ રૂપિયાની માંગણી કરી હતી. અગ્નિકાંડ મામલે રાજ્યભરમાં વિવિધ એકમો પર ફાયર સેફ્ટી અને NOCને લઈને તપાસ હાથ ધરાઈ હતી. જે અંતર્ગત સુરતમાં પાલિકા દ્વારા હાથ ધરાયેલ કામગીરીમાં વ્યવાસાયિક એકમો, કોંચિગ કલાસ જેવા શૈક્ષણિક એકમો અને મનોરંજનના ભાગ એવા ગેમઝોનને બીયુ પરમિશન અને NOCના હોવા પર સીલ કરાયા હતા. પાલિકા દ્વારા સીલ કરવાની કામગીરી ચાલુ હોવા છતાં કોઈને કાયદાનો ડર ના હોય તેમ મંજૂરી વગર નવા શેડ બનાવવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો: અમદાવાદમાં ગરમીનો હાહાકાર, 13 જ દિવસમાં 72નાં મોત
આ પણ વાંચો: જૂનાગઢ કાર અને બાઇકનો અકસ્માત: બેના મોત
આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડને મામલે ગેમઝોનના માલિકનો SIT સમક્ષ મોટો ધડાકો, ભાજપના કોર્પોરેટરે 1.5 લાખ લઈ કરી તોડ
