Not Set/ IND vs NZ 1st ODI/ રોસ ટેલરનાં વાવાઝોડા સામે ભારત ઘૂંટણીએ, ન્યૂઝીલેન્ડની 4 વિકેટે જીત

આજે ભારત-ન્યૂઝીલેન્ડની મેચમાં ભારતે પહેલા બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડને 348 રનનો ટાર્ગેટ આપ્યો હતો જે ન્યૂઝીલેન્ડની ટીમે મેળવી લીધો છે. રોસ ટેલર ન્યૂઝીલેન્ડ માટે આ જીતનો હીરો બન્યા છે. Tough day at the office but we hope to come back strong next ODI 🇮🇳💪🏻 #TeamIndia #NZvIND pic.twitter.com/CzOfPrVEBF— BCCI (@BCCI) February 5, 2020 હેમિલ્ટન વનડેમાં, રોસ ટેલરે […]

Top Stories Sports
Newzealand IND vs NZ 1st ODI/ રોસ ટેલરનાં વાવાઝોડા સામે ભારત ઘૂંટણીએ, ન્યૂઝીલેન્ડની 4 વિકેટે જીત

આજે ભારત-ન્યૂઝીલેન્ડની મેચમાં ભારતે પહેલા બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડને 348 રનનો ટાર્ગેટ આપ્યો હતો જે ન્યૂઝીલેન્ડની ટીમે મેળવી લીધો છે. રોસ ટેલર ન્યૂઝીલેન્ડ માટે આ જીતનો હીરો બન્યા છે.

હેમિલ્ટન વનડેમાં, રોસ ટેલરે શાનદાર સદી ફટકારી છે અને ન્યૂઝીલેન્ડને 4 વિકેટથી હરાવ્યું છે. રોસ ટેલર 109 રને અણનમ રહ્યો હતો. રોસ ટેલરે તેની વનડે કારકિર્દીની 21 મી સદી ફટકારી હતી. રોસ ટેલરે 73 બોલમાં સદી ફટકારી હતી. ન્યૂઝીલેન્ડની ટીમે 6 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કર્યું હતું. રોસ ટેલર સિવાય હેનરી નિકોલે 78 રન અને કેપ્ટન ટોમ લેથમે 69 રન બનાવ્યા હતા. રોસ ટેલર ચોથા નંબર પર બેટિંગ કરીને સૌથી વધુ સદી ફટકારનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બની ગયો છે. વન ડેમાં ચોથા નંબર પર બેટિંગ કરતી વખતે રોસ ટેલરે 19 મી સદી ફટકારી છે.

ભારત તરફથી કુલદીપ યાદવે 2, મોહમ્મદ શમી અને શાર્દુલ ઠાકુરે 1-1 વિકેટ લીધી હતી. 2 વિકેટ રનઆઉટ મારફતે પડી હતી. આ પહેલા શ્રેયસ ઐયરની કારકિર્દીની પ્રથમ સદી સિવાય કેપ્ટન વિરાટ કોહલી અને લોકેશ રાહુલની અડધી સદીનાં આધારે ભારતે પ્રથમ વનડેમાં ન્યૂઝીલેન્ડની સામે 348 રનનો પડકારજનક લક્ષ્યાંક રાખ્યો હતો.

ઐયરે મુશ્કેલ સમયમાં કેપ્ટન સાથે શાનદાર ભાગીદારી કરી હતી અને 107 બોલમાં 103 રન બનાવ્યા હતા. કેપ્ટન કોહલીએ તેનો સાથ આપતા 51 અને રાહુલે અણનમ 88 રન કરીને ભારતને 50 ઓવરમાં ચાર વિકેટે 347 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડ તરફથી સાઉદીએ બે વિકેટ ઝડપી હતી. સોઢી અને ડી ગ્રાન્ડહોમને એક-એક વિકેટ મળી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.