કરીના કપૂર ખાને તેના કઝિન ભાઈ અરમાન જૈનના લગ્નમાં તેના ડાન્સ પરફોર્મન્સથી ચાર-ચંદ લગાવ્યા હતા. લગ્નના વેડિંગ રિસેપ્શનમાં કરિશ્મા કપૂર અને કરણ જોહર પણ કરીના કપૂર સાથે ડાન્સ કરતા જોવા મળ્યા હતા. અરમાન જૈન અને અનિસા મલ્હોત્રાના લગ્નનું ભવ્ય રિસેપ્શન ગઈરાત્રે મુંબઈમાં યોજવામાં આવ્યું હતું જેમાં બોલિવૂડના ઘણા સેલેબ્સ જોવા મળ્યા હતા.
આ રિસેપ્શનની ઇનસાઇડ વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જેમાં પરિવારના સભ્યો જોરદાર ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. કરીના કપૂરનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં કરિના કપૂર તેના સુપરહિટ ગીત બોલ ચીડિયા પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. આ વીડિયોમાં કરીના સાથે કરિશ્મા પણ જોવા મળી રહી છે. જો કે કરિશ્મા ડાન્સ કરતી વખતે ઘણા સ્ટેપ્સ ભૂલી જતા જોવા મળે છે. આ સાથે જ, કરણ જોહર પણ ગીતમાં શાનદાર એન્ટ્રી કરતો જોવા મળી રહ્યો છે.
રિસેપ્શન પહેલા કરિના કપૂરે અરમાનની જાન પણ જોરદાર ડાન્સ કર્યો હતો. જેના ઘણા વીડિયો સામે આવ્યા હતા. આ સિવાય બીજો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તૈમૂર વરરાજા મામા સાથે મસ્તી કરતા જોવા મળે છે. મામાની જાનમાં તૈમૂર અલી ખાન ખૂબ જ ખાસ રીતે પહોંચ્યો હતો.તૈમુર અલી ખાન જ નહીં, મમ્મી કરીના કપૂર પણ ભાઈના લગ્નમાં મસ્તી કરતી જોવા મળી હતી. કરીના કપૂર અને કરિશ્મા કપૂરની ઘણી તસવીરો અને વીડિયો પણ સામે આવ્યા છે, જેમાં તે મસ્તી કરતી જોવા મળી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.