Not Set/ ઓટો/ મહિન્દ્રાએ ફન્સટર કોન્સેપ્ટ ભારતમાં કર્યુ લોન્ચ

મહિન્દ્રાએ ભારતમાં ફન્સટર કોન્સેપ્ટને રજૂ કર્યુ છે. મહિન્દ્રા ફન્સટર કોન્સેપ્ટ એક એવી ડિઝાઇન છે જે સેકન્ડ જનરેશનનાં XUV500 ની ઝલક આપે છે, પરંતુ આ ડિઝાઇન તેના કરતા પણ વધુ આકર્ષક છે. મહિન્દ્રા ફન્સટર કોન્સેપ્ટમાં આગળનાં ભાગમાં એલ આકારનું એલઇડી હેડલેમ્પ ક્લસ્ટર અને વચ્ચેમાં ગ્રિલ લગાવવામાં આવેલ છે. તેની ફ્રન્ટ ગ્રિલ લોગોની સાથે ચમકતુ નજરે મળે […]

Tech & Auto
Mahindra Funster Electric Car ઓટો/ મહિન્દ્રાએ ફન્સટર કોન્સેપ્ટ ભારતમાં કર્યુ લોન્ચ

મહિન્દ્રાએ ભારતમાં ફન્સટર કોન્સેપ્ટને રજૂ કર્યુ છે. મહિન્દ્રા ફન્સટર કોન્સેપ્ટ એક એવી ડિઝાઇન છે જે સેકન્ડ જનરેશનનાં XUV500 ની ઝલક આપે છે, પરંતુ આ ડિઝાઇન તેના કરતા પણ વધુ આકર્ષક છે.

Image result for Mahindra funster Electric Concept launched"

મહિન્દ્રા ફન્સટર કોન્સેપ્ટમાં આગળનાં ભાગમાં એલ આકારનું એલઇડી હેડલેમ્પ ક્લસ્ટર અને વચ્ચેમાં ગ્રિલ લગાવવામાં આવેલ છે. તેની ફ્રન્ટ ગ્રિલ લોગોની સાથે ચમકતુ નજરે મળે છે.

mahindra funster ev concept front design 1580888902 ઓટો/ મહિન્દ્રાએ ફન્સટર કોન્સેપ્ટ ભારતમાં કર્યુ લોન્ચ

મહિન્દ્રા ફન્સટર કોન્સેપ્ટનું એલોય વ્હીલ બ્લેક કલરમાં રાખવામાં આવ્યું છે, જ્યારે એલઇડી લાઇટ પાછળનાં ભાગમાં જોડાયેલી છે. જેના કારણે તે પાછળથી પણ ખૂબ જ આકર્ષક લાગે છે.

Image result for Mahindra funster Electric Concept launched"

મહિન્દ્રા ફાન્સટર કોન્સેપ્ટ આગળ ફ્રેમ વિના વિન્ડશિલ્ડ લગાવવામાં આવેલ છે અને બટરફ્લાયની જેમ ખુલતા દરવાજા લોકોનું ધ્યાન આકર્ષિત કરવા માટે પૂરતા છે.

Image result for Mahindra funster Electric Concept launched"

મહિન્દ્રા ફન્સટર કોન્સેપ્ટ ચાર ઇલેક્ટ્રિક મોટર્સ ધરાવે છે, દરેક ટાયર પર એક મોટર આપવામા આવેલ છે. આ મોટર 59.1 કિલોવોટઓવરની એક મોટા બેટરી પેક સાથે જોડાયેલ છે, જે 308 બીએચપીનો પાવર પ્રદાન કરે છે.

Image result for Mahindra funster Electric Concept launched"

જેના કારણે તે માત્ર 5 સેકંડમાં 0 થી 100 કિ.મી. પ્રતિ કલાકની ઝડપ મેળવી લે છે. આ બેટરીને લીધે, આ ઇલેક્ટ્રિક વાહન કોન્સેપ્ટ સિંગલ ચાર્જ પર 520 કિમીની મુસાફરી કરી શકે છે.

Image result for Mahindra funster Electric Concept launched"

મહિન્દ્રા ફન્સટર કોન્સેપ્ટ કંપનીનાં તે ચાર ઇલેક્ટ્રિક વાહનોમાંથી, જેને ઓટો એક્સ્પોમાં પ્રદર્શન કરવામાં આવેલા છે, કંપનીએ તાજેતરમાં ઈકેયુવી 100 ને 8.25 લાખનાં ભાવે લોન્ચ કરેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.