Not Set/ ધોનીએ પત્ની સાક્ષીનો અનોખી રીતે મનાવ્યો ૩૩મો જન્મદિવસ, વાઈરલ થઇ રહ્યો છે વિડીયો

ધોની અને સાક્ષીએ જુલાઈ 2010માં લગ્ન કર્યા હતા. હાલમાં દંપતીને એક પુત્રી જીવા છે. સાક્ષી ધોની ઈન્સ્ટાગ્રામ પર લોકપ્રિય સેલિબ્રિટીઓમાંની એક છે.

Sports
સાક્ષી ધોની જન્મદિવસ

ભારતના સૌથી સફળ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની પત્ની સાક્ષીનો શુક્રવારે 33મો જન્મદિવસ છે. ધોની હાલમાં પરિવાર સાથે રાંચીમાં છે. સાક્ષીના જન્મદિવસની ઉજવણીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સાક્ષી કેક કાપી રહી છે જ્યારે ધોની તેની સાથે ઉભો છે. ધોની અને સાક્ષીએ જુલાઈ 2010માં લગ્ન કર્યા હતા. હાલમાં આ દંપતીને એક પુત્રી જીવા છે. સાક્ષી ધોની ઈન્સ્ટાગ્રામ પર લોકપ્રિય ભારતીય સેલિબ્રિટીઓમાંની એક છે. ઘણીવાર તે મેદાન પર ધોની અને તેની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સને પ્રોત્સાહિત કરતી જોવા મળે છે.

સાક્ષીને ઈન્સ્ટાગ્રામ પર લગભગ 45 લાખ લોકો ફોલો કરે છે. સાક્ષી સાથે ધોનીની પહેલી મુલાકાત વર્ષ 2007માં એક હોટલમાં થઈ હતી જ્યાં તે ઈન્ટર્ન હતી. એવું કહેવામાં આવે છે કે, સાક્ષી અને ધોની બંને બાળપણના મિત્રો છે. બંનેના પિતા મિત્ર હતા. પરંતુ આ માહી અને સાક્ષીની લવ સ્ટોરીનું સત્ય નથી.

એક ઈન્ટરવ્યુમાં સાક્ષીએ કહ્યું હતું કે, “લોકો ઘણીવાર કહે છે કે માહી અને હું બાળપણના મિત્રો છીએ. અમારા પરિવારના સભ્યો પણ મિત્રો છે. પરંતુ અમારી વચ્ચે સાત વર્ષનો તફાવત છે અને અમારી બાળપણની મિત્રતા નથી. 7 જુલાઈ, 2010ના રોજ માહીના જન્મદિવસે હું લગ્ન પછી પહેલીવાર રાંચી ગઈ હતી. સાક્ષી અને માહીએ દેહરાદૂનમાં એકબીજાનો હાથ પકડ્યો હતો અને ત્યાર બાદ સાક્ષી પહેલીવાર રાંચી આવી હતી.

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી T20 મેચ ધોનીના પોતાના શહેર રાંચીમાં રમાશે. ધોની આ મેચ જોવા માટે JSCA સ્ટેડિયમ જઈ શકે છે. ઝારખંડ પ્રદેશ ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી સંજય સહાયે કહ્યું, “ધોની અહીં છે અને આજે કોર્ટ પર ટેનિસ રમ્યા હતા. અમે કહી શકતા નથી કે તે મેચ જોવા આવશે કે નહીં.