IPL/ ચેન્નાઇ સુપર કિંગ્સે સનરાઇઝર્સ હૈદરાબાદને છ વિકેટથી હરાવ્યું

સનરાઇઝર્સે 20 ઓવરમાં 7 વિકેટે 134 રન બનાવ્યા હતા. ચેન્નાઈ સુપર કિંગ્સે 134 રનનો લક્ષ્યાંક 19.4 ઓવરમાં 4 વિકેટના નુકસાને હાંસિલ કર્યો

Top Stories Sports
chanai ચેન્નાઇ સુપર કિંગ્સે સનરાઇઝર્સ હૈદરાબાદને છ વિકેટથી હરાવ્યું

ઈન્ડિયન પ્રીમિયર લીગની 44 મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ સનરાઈઝર્સ હૈદરાબાદ સામે ટકરાઈ હતી. આ મેચ શારજાહ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી.આ મેચમાં હૈદરાબાદે 135 રનના લક્ષ્યાંક ચેન્નાઇને આપ્યો હતો આ ટાર્ગેટનો પીછો કરતાં છ વિકેટ ગુમાવીને આ મેચ ચેન્નાઇએ જીતી હતી.

 

 

 

સનરાઇઝર્સે 20 ઓવરમાં 7 વિકેટે 134 રન બનાવ્યા હતા. ચેન્નઈ સુપર કિંગ્સે 134 રનનો લક્ષ્યાંક 19.4 ઓવરમાં 4 વિકેટના નુકસાને હાંસિલ કર્યો હતો. અંબાતી રાયડુ 17 અને મહેન્દ્ર સિંહ ધોની 14 રને અણનમ રહ્યા હતા.અંબાતી રાયડુ અને એમએસ ધોનીની જોડી ક્રીઝ પર અણનમ રહીને મેચ જીતાડી હતી. . હોલ્ડરે સુરેશ રૈના અને ફાફ ડુ પ્લેસિસને એક જ ઓવરમાં આઉટ કરીને આ મેચને ફરી રોમાંચક બનાવી હતી, પરતું ચેન્નાઇ પાસે મજબૂત બેટિંગ લાઇન હતી અને હાથ પર વિકેટ હોવાથી મેચ સરળતાથી જીતી લીધી હતી.