Not Set/ હિલ સ્ટેશનો પર લોકોની ભીડ ત્રીજી લહેરનું જોખમ વધારશેઃ PM મોદી

દેશમાં કોરોનાની બીજી લહેર શાંત પડી ગઇ છે. ત્યારે લોકો હવે તે જ ભૂલનું પુનરાવર્તન કરી રહ્યા છે જે તેમણે કોરોનાની બીજી લહેર પહેલા કરી હતી.

Top Stories India
11 277 હિલ સ્ટેશનો પર લોકોની ભીડ ત્રીજી લહેરનું જોખમ વધારશેઃ PM મોદી

દેશમાં કોરોનાની બીજી લહેર શાંત પડી ગઇ છે. ત્યારે લોકો હવે તે જ ભૂલનું પુનરાવર્તન કરી રહ્યા છે જે તેમણે કોરોનાની બીજી લહેર પહેલા કરી હતી. મોટી સંખ્યામાં લોકો હવે ફરવા બહાર નીકળી રહ્યા છે, જેના પર આજે PM મોદીએ ચિંતા વ્યક્ત કર્યુ છે.

બેકાબુ મહામારી / દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં કેસ ઓછા પણ મોતનો આંક હજુ પણ 2 હજારને પાર

આપને જણાવી દઇએ કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાઈરસની બીજી લહેર ઓછી થઈ ગયા બાદ બજારો અને હિલ સ્ટેશનોમાં લોકોની ભારે ભીડ અંગે ચિંતા વ્યક્ત કરી છે. મોદીએ દેશને વધતી ભીડથી કોરોનાની ત્રીજી લહેરનાં ભય વિશે ચેતવણી આપી છે. વડા પ્રધાન મોદીએ કહ્યું કે, કોરોનાની ત્રીજી લહેર તેની રીતે નહીં આવે. બેદરકારી ત્રીજી લહેરનું જોખમ વધારશે. તેમણે કહ્યું કે, બજારો અને હિલ સ્ટેશનો પર ભારે ભીડ એકત્રીત કરવી યોગ્ય વાત નથી, તે ચિંતાનો વિષય છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, તે સાચું છે કે કોરોનાનાં કારણે પર્યટન, વ્યવસાય અને ધંધા પર ખૂબ અસર થઈ છે. પરંતુ આજે હું ખૂબ ભારપૂર્વક કહીશ કે માસ્ક પહેર્યા વિના હિલ સ્ટેશનો અને બજારોમાં ભારે ભીડ દેખાવી ચિંતાનો વિષય છે. આ યોગ્ય નથી. તેમણે કહ્યું કે, આપણે આ દલીલ ઘણી વખત સાંભળીએ છીએ, જે લોકો એકબીજાને કહે છે કે ત્રીજી લહેર આવે તે પહેલા તેઓ આનંદ માણવા માંગે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે લોકોને સમજાવવા જરૂરી છે કે ત્રીજી લહેર જાતે નહીં આવે.

જોખમ / સુરતમાં બાળકોમાં MISC બીમારીનો ખતરો : ગયા વર્ષે 129 કેસ વધીને આ વર્ષે 350 સામે આવ્યા

વડા પ્રધાને કહ્યું કે, લોકો પૂછે છે કે ત્રીજી લહેર માટે દેશમાં શું તૈયારી છે. પરંતુ આજે સવાલ એ થવો જોઈએ કે ત્રીજી લહેરને આવતાં અટકાવવી કેવી રીતે જોઇએ. પ્રોટોકોલને કડક રીતે કેવી રીતે અનુસરવાનાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, કોરોના એવી વસ્તુ નથી, જે આપમેળે આવે છે, તે ત્યારે જ આવે છે જ્યારે કોઈ લાવે છે. આ જ કારણ છે કે, આપણે બરોબર સાવધાની રાખીશું તો કોરોનાની ત્રીજી લહેરને રોકી શકીશું. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં કોરોનાનાં દૈનિક કેસોની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. અને આ કારણોસર સરકારે ઠીલુ વલણ રાખ્યુ છે, આ કારણ પણ છે કે, લોકો મોટી સંખ્યામાં હિલ સ્ટેશન અને ફરવા લાયક સ્થળો પર ફરતા જોવા મળી રહ્યા છે.