Rajkot/ ચાર રાજ્યોમાં ફિલ્મી સ્ટાઇલમાં લૂંટ ચલાવનાર નાયડુ ગેંગની શાપર થી ઝડપ,રૂરલ પોલીસને સફળતા

રાજકોટ રૂરલ પોલીસ દ્વારા આજે સફળતાપૂર્વક શહેરમાં ફિલ્મી સ્ટાઇલમાં લૂંટ ચલાવતી આંતરરાજ્ય ગેંગને ઝડપી પાડવામાં આવી છે. ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક અને રાજસ્થાન અલગ-અલગ રાજ્યોમાં

Top Stories Gujarat
1

રાજકોટ રૂરલ પોલીસ દ્વારા આજે સફળતાપૂર્વક શહેરમાં ફિલ્મી સ્ટાઇલમાં લૂંટ ચલાવતી આંતરરાજ્ય ગેંગને ઝડપી પાડવામાં આવી છે. ગુજરાત,મહારાષ્ટ્ર કર્ણાટક અને રાજસ્થાન અલગ-અલગ રાજ્યોમાં બેંક-પેઢીની બહાર રેકી કરી લોકોનું ધ્યાન ભટકાવવાની અને લૂંટ કરવાની તેની મોડેસ ઓપરેન્ડી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.આ ગેંગે કુલ 11 ચોરીમાં 45 લાખની લોટ કર્યાનું ખુલ્યું છે. પોલીસ દ્વારા ગેંગના સગીર વયના આરોપી સહિત ચારની ધરપકડ કરવામાં આવી છે.રાજકોટ જિલ્લા પોલીસ વડા બલરામ મીનાએ જણાવ્યું હતું કે 2020ના અંતમાં શાપર પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાઇ હતી.જેના આધારે તપાસ હાથ ધરતા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા.

1
2

Budget / સંસદમાં રજૂ થયું આર્થિક સર્વે, નાણાકીય વર્ષ 22 માં GDPગ્રોથ 11% હોવાનો અંદાજ

 

શાપર પોલીસને મળેલી ફરિયાદના આધારે તપાસ કાર્યવાહી અંતર્ગત સીસીટીવી ચેક કરતા એક ફૂટેજની અંદર આરોપીઓના બાઈકના નંબર મળી આવ્યા હતા.તેનું પગેરું શોધવા જતા આ ગેંગની માહિતી પોલીસને મળી આવી હતી. આ આરોપીઓ વિરુદ્ધ અન્ય પોલીસ સ્ટેશનમાં પણ ગુના દાખલ હતા. આ શખ્સોના નાયડુ ગેંગના નામથી ઓળખાય છે તેમજ તેઓ બેંક તેમજ આંગડીયા પેઢીની બહાર રેકી કરી લોકોની નજર ચૂકવી અને ગુનાને અંજામ આપતા કોઈપણ જિલ્લામાં પ્રવેશ કરી મકાન ભાડે રાખી ડુપ્લીકેટ ડોક્યુમેન્ટ રજૂ કરી olx પર થી જુની મોટર સાયકલની ખરીદી કરતા હતા. બાદમાં રેકી કરી અને ચોરીના ગુનાઓને અંજામ આપતા હતા.તમામ સ્થળો પર એકસરખી મોડસ ઓપરેન્ડીની વિગતો તપાસમાં બહાર આવી હતી.જેના આધારે શાપરમાં ગુનો કરતા રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યા હતા.

lut ચાર રાજ્યોમાં ફિલ્મી સ્ટાઇલમાં લૂંટ ચલાવનાર નાયડુ ગેંગની શાપર થી ઝડપ,રૂરલ પોલીસને સફળતા

કૃષિ આંદોલન / ખેડૂત આંદોલન ગમે ત્યારે ગુજરાતમાં શરૂ થઈ શકે છે, સરકાર તૈયાર રહે : BTP નેતા છોટુ વસાવા

રાજકોટ રૂરલ પોલીસે ઝડપી પાડેલા ચાર આરોપીઓમાં લાલો ઉર્ફે સુનિલ ઐયર, હરીશ ઉર્ફે અરીશ નાયડુ, ગોપી લક્ષ્મણા નાયડુ અને એક સગીર વયના આરોપીનો સમાવેશ થાય છે.આચાર્ય સાથે મળી 2020ના અંતમાં શાપર વેરાવળ વિસ્તારમાં ચોરીના ગુનાઓને અંજામ આપ્યો હતો ફરી એક વખત રાજકોટ વિસ્તારમાં સક્રિય થવા જઈ રહ્યા હતા ત્યારે વોચ ગોઠવતા પોલીસ દ્વારા રંગેહાથ ઝડપાઇ ગયા હતાઆ ચારેય આરોપીઓ સુરેન્દ્રનગર, અમદાવાદ, જામનગર, રાજકોટ અને જયપુરમાં પણ ચોરીને અંજામ આપી ચૂક્યા છે.ચાર આરોપી પૈકી એક આરોપી વિરુદ્ધ મહારાષ્ટ્ર અને કર્ણાટક રાજ્યમાં પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે ચારેય આરોપીઓ ટાર્ગેટ કરતા હોવાનું પણ ખૂલ્યું છે.

કૃષિ આંદોલન / રાકેશ ટીકૈતની લલકાર, -અમે ફક્ત યુપીનું પાણી પીશું, પોલીસને આવવાની જરૂર નથી

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…