Not Set/ કેવી રીતે બીજેપી ભેગા કરશે 112 ધારાસભ્યો? સુપ્રીમ કોર્ટે માંગ્યો છે સમર્થન પત્ર

નવી દિલ્હી, કેટલાય દિવસોથી કર્ણાટકમાં રાજકીય નાટક ચાલી રહ્યું છે. રાજકારણના આવા દાવ-પેચ અગાઉ ક્યારેય જોવા મળ્યા નથી. સુપ્રીમ કોર્ટે અડધી રાત્રે રાજકીય મુદ્દાની માટે પોતાના દરવાજા ખોલ્યા છે. જે પછી ગુરુવારે બુકંકરે સીદ્દાલિંગપ્પા યેદિયુરપ્પાનું રાજતિલક થઈ ગયું છે.  યેદિયુરપ્પાએ ત્રીજી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. જેના કારણે બીજેપીમાં જશ્નનો માહોલ છે અને કોગ્રેસના જૂથમાં […]

Top Stories Trending
1526398776 116 કેવી રીતે બીજેપી ભેગા કરશે 112 ધારાસભ્યો? સુપ્રીમ કોર્ટે માંગ્યો છે સમર્થન પત્ર

નવી દિલ્હી,

કેટલાય દિવસોથી કર્ણાટકમાં રાજકીય નાટક ચાલી રહ્યું છે. રાજકારણના આવા દાવ-પેચ અગાઉ ક્યારેય જોવા મળ્યા નથી. સુપ્રીમ કોર્ટે અડધી રાત્રે રાજકીય મુદ્દાની માટે પોતાના દરવાજા ખોલ્યા છે. જે પછી ગુરુવારે બુકંકરે સીદ્દાલિંગપ્પા યેદિયુરપ્પાનું રાજતિલક થઈ ગયું છે.  યેદિયુરપ્પાએ ત્રીજી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. જેના કારણે બીજેપીમાં જશ્નનો માહોલ છે અને કોગ્રેસના જૂથમાં માયુસી છવાઈ ગઈ છે. યેદિયુરપ્પાનો સત્તાના સિંહાસન પર કબજો થઈ ગયો છે અને 24 કલાકની અંદર પોતાના સમર્થનમાં હોય તેવા ધારાસભ્યોની યાદીની સર્વોચ્ચ અદાલતને આપવાની છે.

ભારતીય જનતા પાર્ટીની માટે ૧૧૨ ધારાસભ્યોની યાદી સોંપવી આસાન વાત નથી. જે બહુમાંતનો આંકડો છે. આવામાં યેદિયુરપ્પાએ બહુમતી સાબિત કરવી એ મોટા પડકાર સમાન છે. બીજેપી કર્ણાટકની ચૂંટણીમાં સૌથી મોટી તરીકે ઉભરી આવી છે અને બીજેપીને ૧૦૪ બેઠકો મળી છે. બીજેપીએ સૌથી મોટી પાર્ટી હોવાના કારણે સરકાર બનાવવાનો દાવો રજુ કર્યો છે તો બીજી તરફ કોંગ્રેસ અને જેડીએસે બીજેપીને સત્તા સમીપ જતા રોકવા માટે હાથ મેળવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસને 78 અને જેડીએસને 37 બેઠક, બસપાને એક અને અન્યને બે બેઠક મળી છે. જેડીએસ અને કોંગ્રેસે ગઠબંધન કરીને ધારાસભ્યોની પર્યાપ્ત સંખ્યા હોવાનો હવાલો આપીને સરકાર બનાવવાનો દાવો કર્યો છે.

સુપ્રીમ કોર્ટે માંગ્યો સમર્થન પત્ર

બુધવારે સાંજે કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાએ બીજેપીને સરકાર બનાવવાનું આમંત્રણ આપીને યેદિયુરપ્પા ને 15 દિવસમાં બહુમતી સાબિત કરવાનો સમય આપ્યો છે. જેના કારણે કોંગ્રેસે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે. પરંતુ સુપ્રીમ કોર્ટે યેદિયુરપ્પાના શપથ ગ્રહણ સમારોહને અટકાવવાનો ઇન્કાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે બીજેપીને રાજ્યપાલને આપવામાં આવેલા સમર્થન પત્રની યાદીની માંગણી કરી છે. શુક્રવારે સવારે ફરી વખત આ મામલા અંગે સુનાવણી હાથ ધરવામાં આવશે. સીએમ યેદિયુરપ્પા ને પોતાના ૧૧૨ ધારાસભ્યોની યાદી આપવાની છે. જયારે તેમની પાસે ૧૦૪ ધારાસભ્ય છે. આવામાં તે આઠ ધારાસભ્યોનું સમર્થન મેળવવું એજ પોતાની રીતે મોટી વાત છે.

જો બીજેપી શુક્રવારે સવારે 10.30 વાગ્યા સુધીમાં પોતાના ૧૧૨ ધારાસભ્યોની  યાદી કોર્ટ સમક્ષ રજૂ કરતી નથી, તો આવા સંજોગોમાં સીએમ યેદિયુરપ્પાની સામે મોટી મુશ્કેલી ઉભી થઈ શકે છે. બીજેપી બહુમતી માટે જરૂરી ૧૧૨ ધારાસભ્યોની સંખ્યાને પૂરી કરવા માટે જો બે અપક્ષ ધારાસભ્યો અને એક બસપાના ધારાસભ્યન પોતાની સાથે કરી લે છે તો પણ તેની સંખ્યા ૧૦૭ ઉપર આવીને અટકી જાય છે. આ પછી પણ બહુમત માટે પાંચ ધારાસભ્યોની જરૂરિયાત પડશે, જેને પૂરા કરવા આસાન નથી. આવામાં મોટો સવાલ એ ઉભો થાય છે કે બીજેપી રાજકારણની ચોપાટ ઉપર હવે કઈ ચાલ ચાલે છે કે જેના કારણે તે કર્ણાટકની સત્તામાં બની રહે.