સુપ્રીમકોર્ટે બુધવારની મધરાતે વિશેષ સુનવણી કરતાં કર્ણાટકમાં બીએસ યેદિયુરપ્પાના નેતૃત્વવાડી ભાજપા સરકારના શપથગ્રહણ પર મોહર લગાવી. બુધવારે રાતે કોંગ્રેસ અને જેડીએસની લીગલ ટીમ દ્વારા રાજ્યપાલ વજુભાઇ વાળાએ બી એસ યેદિયુરપ્પાને આપેલા આમંત્રણને સુપ્રિમ કોર્ટમાં પડકારવામાં આવ્યું હતું. મોડી રાતે સર્જાયેલા હાઇ વોલ્ટેજ ડ્રામામાં કોંગ્રેસે સુપ્રિમ કોર્ટમાં અરજી કરીને યેદિયુરપ્પાને સરકાર રચવા અપાયેલા આમંત્રણને પડકાર્યું હતું.
જો કે રાતે ત્રણ વાગ્યે ચાલેલી સુનવણીમાં સુપ્રિમ કોર્ટના જસ્ટીસ અશોક ભુષણ, જસ્ટીસ એકે સિકરી અને જસ્ટીસ એસએ બોબડેની બેન્ચે બીએસ યેદિયુરપ્પાની શપથવિધી પર સ્ટે મુકવાની માંગણી ફગાવી હતી અને કહ્યું કે રાજ્યપાલને આદેશ ના આપી શકીએ અને શપથવિધી પર રોક ના લગાવી શકીએ. પરંતુ સુપ્રીમ કોર્ટે યેદિયુરપ્પા પાસેથી તેમને સમર્થન આપતા ધારાસભ્યોની યાદી આજે કોર્ટમાં રજુ કરવા જણાવ્યું છે.
29 જુલાઈ 2015.
આ પહેલા દેશમાં પહેલી વખત 29 જુલાઈ 2015ના રોજ મધરાતે ૩.20 વાગ્યે મુંબઈ સરિયલ બ્લાસ્ટના આરોપી યાકુબ મેનનની ફાંસી પર રોક લાગવાની અરજી પર સુનવણી માટે સુપ્રીમ કોર્ટ ખોલવામાં આવી હતી. પ્રશાંત ભૂષણ સહીત ઘણા બીજા વકીલોએ સુપ્રીમ કોર્ટમાં યાકુબની ફાંસી રોકવા માટે અરજી કરી હતી. આ સુનવણી ત્રણ કલાક પછી સુપ્રીમ કોર્ટે અરજીને ખારીજ કરી દીધી હતી. આ સુનવણી જસ્ટિસ દિપક મિશ્રા નેતૃત્વવાડી ૩ સદસ્યોની ખંડપીઠે કરી હતી.
7 સપ્ટેમ્બર, 2015.
સુપ્રીમ કોર્ટે રાતના 1:40 વાગ્યે પર ફાંસીના ફંદા પર પહોંચવાના થોડા જ કલાકો પહેલા નિઠારી કાંડના દોશી સુરેંદ્ર કોલીને સુપ્રીમ કોર્ટે જીવનદાન આપી દીધું હતું. ફાંસીના નિર્ણયને એક અઠવાડિયા મુલતવી રાખ્યું. જસ્ટિસ એચએલ દત્તુ અને જસ્ટિસ અનિલ આર દવેની ખંડપીઠે આ યાચિકા પર વિશેષ સુનવણી કરી હતી.
2 ફેબ્રુઆરી, 2017.
છત્તીસગઢની એક અદાલતમાં સગીરવયની આદિવાસી બાળકીઓને દેહવ્યાપારના કિચડમાં ધકેલવા અને દુષ્કર્મના મામલે કરવામાં આવેલી સુનવણી પૂરીરાત ચાલી હતી. વિશેષ અદાલતે સુવારે 212 પેજનો ફેસલો સંભળાયો. 7 આરોપીઓને આજીવન કેદ, એકને 14 વર્ષ અને બીજા એક આરોપીને 10 વર્ષની સજા સંભળાવવામાં આવી.
5 મે 2018.
બોમ્બે હાઇકોર્ટે જસ્ટિસ એસજે કથાવાલાએ ઉનાળાના વેકેશન પહેલા ચુકાદાને પૂરો કરવા માટે સવારના ૩.30 વાગ્યા સુધી એકધારી સુનવણી કરવાનો રેકોર્ડ બનાવ્યો હતો. પહેલા પણ પોતાના ચેંબરમાં મોડીરાત સુધી મામલાઓની સુનવણી કરી છે.