rajkot crime branch/ ગેમઝોનના પાર્ટનરો દ્વારા જરૂરી મંજુરી મુદ્દે પોલીસ કમિશનર થોથવાયા

મૃતકોના ડીએનએના મેચીંગ માટે સેમ્પલ ગાંધીનગર એફએસએલમાં મોકલાયા

Gujarat Rajkot
Beginners guide to 2024 05 26T152418.700 ગેમઝોનના પાર્ટનરો દ્વારા જરૂરી મંજુરી મુદ્દે પોલીસ કમિશનર થોથવાયા

Rajkot News : રાજકોટમાં 27 જણાનો ભોગ લેનારા ટીઆરપી ગેમઝોન કેસમાં પોલીસ ભીસમાં મુકાઈ છે. ગેમઝોનના પાર્ટનરો દ્વારા જરૂરી પરવાનગી મંદ્દે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે આજે રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી.જેમાં પોલીસ કમિશનરે પણ તપાસ ચાલુ છે નું ગાણુ ગાઈને જવાબ આપવાનું ટાળ્યું હતું.
રાજકોટના નાના મવા રોડ પર સયાજી હોટેલ પાસે બનેલા ટીઆરપી ગેમઝોનમાં 26 મે 2024 ના રોજ સાંજે અંદાજે પ.30 વાગ્યે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ અંગે રાજકોટના પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે પત્રકાર પરિષદમાં જમાવ્યું હતું કે અત્યારસુધીમાં 27 મૃતદેહો કબજે કરવામાં આવ્યા છે. મૃતકોની ઓળખ માટે તેમના ડીએનએની કાર્વાહી ચાલી રહી છે. ડીએનએ મેચીંગ માટે સેમ્પલ ગાંધીનગર એફએસએલમાં મોકલી આપવામાં આવ્યા છે જ્યાં તેની તપાસ ચાલી રહી છે.
તે સિવાય આ અંગે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 304, 308, 336 અને 114 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં હાલમાં છ આરોપી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જ્યારે આરોપીઓ ગેમીંગ ઝોનનો વહીવટ કરતા યુવરાજસિંહ હરીસિંહ સોલંકી તથા મેનેજર નિતીન જૈનની ધરપકડ કરવામાં આવી છે.
આ કેસની તપાસ ક્રાઈમ બ્રાંચને સોંપવામાં આવી છે અને ચાર ટીમો કેસની તપાસ કરી રહી છે. રાજકોટના એડિ.સીપી વિધી ચૌધરીના માર્ગદર્શન હેઠલ એક વિશેષ ટીમની ચરના કરવામાં આવી છે. જેમાં ડીસીપી ઝોન-2 સુધીર દેસાઈ તથા ડીસીપી ક્રાઈમ બ્રાંચની ટીમના સભ્યો વધુ તપાસ કરી રહ્યા છે. આ કેસની તપાસ જેમ બને તેમ જલ્દી પુરી કરવામાં આવે જેથી ઝડપથી ચાર્જશીટ કરી શકાય. આ માટે વૈજ્ઞાનિક પુરાવા એકઠા કરવામાં આવી રહ્યા છે. તપાસ માટે એફએસએલની ટીમ પણ રાજકોટ આવી છે., એમ પોલીસ કમિશનરે જણાવ્યું હતું.
વધુમાં રાજુ ભાર્ગવે જણાવ્યું હતું કે ટીઆરપી ગેમઝોનને નવેમ્બર 2023માં બુકીંગ લાયસન્સ અપાયું હતું. ત્યારબાદ 1.1.2024 થી 31.12.2024 સુધી તેને રીન્યુઅલ આપવામાં આવ્યું હતું. વધુમાં તેમણે કહ્યું કે ગેમઝોન દ્વારા ફાયર સેફિટીના લસાધનો લદગાવાયા હતા. પરંતુ ફાયર એનઓસીની કાર્યવાહી પુરી કરી ન હતી. જેને કારણે આ દુર્ઘટના કંટ્રોલમાં કરવામાં મુશ્કેલી ઉભી થઈ હતી. જોકે તે સમયે પોલીસ કેમ ઢીલ દાખવી તે અંગે તે યોગ્ય જવાબ આપી શક્યા ન હતા. આ અંગે એસઆઈટીની ટીમ હનાવવામાં આવી છે જે તપાસ કરી રહી છે, એમ તેમણે જણાવ્યું હતું. ગેમઝોનના ભાગીદારો વચ્ચે પાર્ટનરશીપ ડીડ થઈ હતી. જેમાં જેટલા પણ લોકો છે તેમને આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા છે અને પોલીસ આ અંગે કાર્યવાહી કરી રહી છે, એમ રાજુ ભાગ્રવે જણાવ્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વડોદરામાં શબવાહીનીઓની માગમાં ચિંતાજનક વધારો

આ પણ વાંચો: હૈયાફાટ રૂદનથી કંપી ઉઠી રાજકોટ સિવિલ હોસ્પિટલ

આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડ એ માનવસર્જીત દુર્ઘટના: ગુજરાત હાઈકોર્ટ