- સુરતઃ પિતાએ ગળે ફાંસો ખાઇ કર્યો આપઘાત
- પુત્રીના જન્મદિનની ઉજવણી સમયે જ કર્યો આપઘાત
- બે વર્ષથી ટીબી ની બીમારી હતી પિતાને
- સાથે સાથે ગેરેજની નોકરી પણ છૂટી ગઈ હતી
- ઉપરાંત દારૂ પીવાની ટેવ પડી ગઈ હતી
- પત્નીની કમાણી ઉપર જીવતો હતો યુવાન
- સુરત શહેરના ડીંડોલી વિસ્તારની ઘટના
સુરતમાં એક પછી એક દુષ્કર્મ, હત્યા, લૂંટ અને આપઘાતની ઘટનાઓ સતત વધી રહી છે. એક પછી એક ગુનાખોરીની ઘટનાઓ સતત સામે આવી રહી છે. ત્યારે આવામાં વધુ એક આપઘાતની ઘટના સુરતમાંથી સામે આવી છે. જાણવા મળી રહ્યું છે કે, સુરતના નવાગામમાં દીકરીના જન્મદિવસના દિવસે જ પિતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.
આ મામલે મળતી માહિતી અનુસાર, શહેરના નવાગામમાં એક પિતા એકની એક દીકરીના જન્મદિવસની કેક કાપવાના 30 મિનિટ પહેલા જ પરિવારને રસોડામાંથી બહાર કાઢી ફાંસો ખાઈ આપઘાત કરી લેતા પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો હતો. પરિવારે જણાવ્યું હતું કે, બે વર્ષથી આર્થિક ભીંસમાં હતા. બીજી બાજુ TBની બીમારીમાં સપડાયા હતા. 24 મહિનામાં ત્રણથી ચાર વાર પરિવારને ઘર બહાર કાઢી દરવાજો બંધ કરી દેતા હતા. 30 મિનિટ બાદ ખોલી દેતા હતા.જો કે આ વખતે તેઓએ આપઘાત કરી લીધો હતો.
પરિવારે જણાવ્યું હતું કે, આપઘાત કરનાર પ્રવીણ પીતાંબર શિરસાડમાં રહે. ગોવર્ધન નગર નવાગામના રહેવાસી અને મહારાષ્ટ્રના વતની હતા. તેઓ તેમના પત્ની અને બે બાળકો સાથે રહેતા હતા મોપેડ અને બાઇક રીપેરીંગનું કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ગતરોજ સાંજે પ્રવીણભાઈ દારૂના નશામાં ઘરે આવ્યા હતા. ત્યારબાદ રસોડામાં કામ કરતા પરિવારને બહાર કાઢી દરવાજો અંદરથી બંધ મરી દીધો હતો. ઘણા સમય બાદ દરવાજો ન ખોલતા દરવાજો તોડી અંદર પ્રવેશ કરતા પ્રવિણભાઇ ગળેફાંસો ખાધેલી હાલતમાં લટકતા મળી આવ્યા હતા.
રવિવારના રોજ એકની એક દીકરીનો જન્મ દિવસ હોવાથી માતા સંગીત બહેન બજારમાંથી કેક બનાવવાનો સમાન લઈ આવ્યા જતા અને ઘરમાં જ પરિવાર સાથે ઉજવણીની તૈયારી કરી રહ્યા હતા. જોકે સંપૂર્ણ તૈયારી થઈ ગયા બાદ દીકરી મામાને બોલાવવા ગઈ હતી. એવા સંજોગોમાં પ્રવીણભાઈ ઘરે આવી રસોડામાં ફાંસો ખાઈ લેતા પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો હતો.
આ પણ વાંચો :કથાકાર મોરારીબાપુએ યુક્રેન યુદ્ધમાં અસર પામેલા ભારતીયો માટે કર્યું આટલા કરોડની દાન
આ પણ વાંચો :સુરતમાં મધપૂડાને પાડવા જતા યુવાન 15 માળની બિલ્ડિંગમાં ફસાયો, પછી જે થયું….
આ પણ વાંચો : રતનપુર નજીક ખાનગી બસનો અકસ્માત, એકનું મોત- અન્ય દસને ઇજા