શતરંજ/ દિયોદર કોંગ્રેસના ધારાસભ્ય શિવા ભુરિયા સહીત છને ફરી એક વાર સસ્પેન્ડ કરવાનું કારણ છે આવું

ગુજરાત હાઈકોર્ટેની ડબલ બેચના આદેશ અનુસાર ખેતી નિયામક દ્વારા દિયોદર માર્કેટયાર્ડનાં 6 ડિરેક્ટરોને સસ્પેન્ડનો હૂકમ કરવામાં આવ્યો છે.

Top Stories Gujarat Others
દિયોદર

દિયોદર માર્કેટયાર્ડ સમિતિમાં લાઇસન્સ મુદ્દે દિયોદરનાં કોંગ્રેસના ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા સહિત 6 ડિરેક્ટરો ફરી એક વાર સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

વધુ વિગત અનુસાર ગુજરાત હાઈકોર્ટેની ડબલ બેચના આદેશ અનુસાર ખેતી નિયામક દ્વારા દિયોદર માર્કેટયાર્ડનાં 6 ડિરેક્ટરોને સસ્પેન્ડનો હૂકમ કરવામાં આવ્યો છે. આ બાબતથી કરાતા દિયોદર પંથકમાં ખળભળાટ મચ્યો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર દિયોદર તાલુકાની માર્કેટયાર્ડ સમિતિમાં ચૂંટાયેલા 16 ડિરેક્ટરો પૈકી વેપારી વિભાગના 4 અને ખેડૂત વેચાણ મંડળીના 2 ડિરેક્ટરો પાસે લાઇસન્સ ન હોવાથી થોડા સમય પહેલા ખેતી નિયામક દ્વારા તેઓને સસ્પેન્ડ કરાયા હતા. જોકે આ અંગે દિયોદર કોગ્રેસનાં ધારાસભ્ય સહિત 6 ડિરેક્ટરો હાઇકોર્ટેમાં જતા તેમને હાઇકોર્ટે માર્કેટયાર્ડનાં સભ્ય પદે પુનઃ ચાલુ રાખવાનો નિર્ણય કરાયો હતો. જેને લઈને દિયોદર માર્કેટયાર્ડ સમિતિએ તે નિર્ણયને હાઇકોર્ટેની ડબલ બેચમાં પડકારતા તમામ 6 સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો : જીવનમાં છત માટે મહેનત થાય છે છતાંય છત વગરનાં મકાનમાં જીવન કાઢવું પડે ત્યારે….