રાજકોટ/ વ્યાજખોરોના ત્રાસ ના કારણે યુવાને ઝેરી દવા પી મોતને વહાલું કર્યું

Lockdown ના કારણે ઇમિટેશન નો ધંધો ભાંગી પડતાં તેણે ઇકો કાર ખરીદી હતી. દીકરાએ lockdown સમયે ભીમાભાઇ બાંભવા પાસેથી 35000 રૂપિયા 15% વ્યાજે લીધા હતા

Gujarat Rajkot
Untitled 30 6 વ્યાજખોરોના ત્રાસ ના કારણે યુવાને ઝેરી દવા પી મોતને વહાલું કર્યું

રાજકોટ શહેરમાં વ્યાજખોરોનો ત્રાસ વધુ એક વખત સામે આવ્યો છે. વ્યાજખોરોના ત્રાસ ના કારણે વધુ એક યુવાને ઝેરી દવા પી મોતને વહાલું કર્યું છે. વ્યાજખોરોના અસહ્ય ત્રાસના કારણે આશાસ્પદ યુવાનને ઝેરી દવા પી આપઘાત કરી લીધો છે. વ્યાજખોરો દ્વારા અવારનવાર અશોક મકવાણા નામના યુવાનને ધાક ધમકી આપવામાં આવતી હતી.

આ પણ વાંચો ;PM Modi in Kashi / PM મોદી કાશીમાં શું ગયા, ટ્વીટર પર બર્નોલ શબ્દ એટલો ટ્રેન્ડ થયો કે, લોકોએ લખ્યું –

ત્યારે આખરે વ્યાજખોરોના ત્રાસથી કંટાળી અશોક મકવાણા નામના યુવાને ઝેરી દવા પી આપઘાત કરી લીધો છે. સમગ્ર મામલે મૃતકની લાશને સિવિલ હોસ્પિટલ ખાતે આવેલ પીએમ રૂમ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવી છે. ત્યારે મીડિયા સાથેની વાતચીતમાં મૃતકના પિતા રાજુભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, lockdown પૂર્વે મારો દીકરો ઇમિટેશન નો ધંધો કરતો હતો.

આ પણ  વાંચો ;રોના સંક્રમિત / કરીના કપૂર અને અમૃતા અરોરાને થયો કોરોના, રિયા કપૂરના ઘરે ગર્લ ગેંગ સાથે કરી હતી પાર્ટી

Lockdown ના કારણે ઇમિટેશન નો ધંધો ભાંગી પડતાં તેણે ઇકો કાર ખરીદી હતી. તેમજ મારા દીકરાએ lockdown સમયે ભીમાભાઇ બાંભવા પાસેથી 35000 રૂપિયા 15% વ્યાજે લીધા હતા. જ્યારે કે, ભરત ભાઈ સાનિયા પાસેથી 25000 રૂપિયા 10% વ્યાજે લીધા હતા. અત્યાર સુધીમાં મારા દીકરા ઉપર પાંચ લાખ રૂપિયાનું દેણું થઇ ચૂક્યું હતું. ત્યારે અવારનવાર ભરતભાઈ તેમજ ભીમાભાઇ બાંભવા દ્વારા ધાક ધમકી આપવામાં આવતા આખરે મારા પુત્રે કંટાળીને આત્મઘાતી પગલું ભરી લીધું છે.