Not Set/ નિશા ગોંડલીયા હુમલો/ પોલીસે મુખ્ય આરોપી વિરૂદ્ધ કાર્યવાહી ન કર્યાનો કર્યો આક્ષેપ

ચકચારી બીટ કોઈન કેસમાં ચર્ચીત નિશા ગોંડલીયા ની કાર પર ગઇ કાલે ફાયરિંગ કરી નિશા ગોંડલીયાને જાનથી મારી નાખવાની કોશિશ કરવામાં આવી હતી. નિશા પર હુમલો જામનગર – ખંભાળીયા હાઇવે પર આવેલ આરાધના ધામ પાસે કરવામાં આવ્યો હતો. હુમલામાં  જો કે, નિશા ગોંડલીયાને સામાન્ય ઇજાઓ પહોંચી હતી અને હોસ્પીટલમાં સારવાર આર્થે ખસેડીઇ હતી. પરંતુ ગઇકાલેનાં […]

Top Stories Gujarat Others
nisha gondaliya નિશા ગોંડલીયા હુમલો/ પોલીસે મુખ્ય આરોપી વિરૂદ્ધ કાર્યવાહી ન કર્યાનો કર્યો આક્ષેપ

ચકચારી બીટ કોઈન કેસમાં ચર્ચીત નિશા ગોંડલીયા ની કાર પર ગઇ કાલે ફાયરિંગ કરી નિશા ગોંડલીયાને જાનથી મારી નાખવાની કોશિશ કરવામાં આવી હતી. નિશા પર હુમલો જામનગર – ખંભાળીયા હાઇવે પર આવેલ આરાધના ધામ પાસે કરવામાં આવ્યો હતો. હુમલામાં  જો કે, નિશા ગોંડલીયાને સામાન્ય ઇજાઓ પહોંચી હતી અને હોસ્પીટલમાં સારવાર આર્થે ખસેડીઇ હતી. પરંતુ ગઇકાલેનાં હુમલા પછી નિશા દ્વારા પોલીસ પર જ હુમલો કરવામાં આવ્યો છે. અલબત આ હુમલો આક્ષેપનો હુમલો છે.

જી હા ગઇકાલે નિશા પર થયેલ જાનલેવા હુમલા બાદ નિશા દ્વારા પોલીસે મુખ્ય આરોપી વિરૂદ્ધ કાર્યવાહી ન કરી હોવાનો આક્ષેપ કર્યો છે. જો કે હુમલો થતા પોલીસ દ્વાર નિશાનેે પોલીસ પ્રોટેક્શનનું કહેવામાં આવતા , નિશાએ પોલીસ પ્રોટેક્શન નો ઇનકાર કર્યો હતો.

નિશા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, યશપાલ જાડેજા આ હુમલો કરાવ્યું છે અને મારા પર ફાયરિંગ કરાવ્યું છે. નિશાનો આક્ષેપ છે કે, પોલીસ દ્વારા આરોપીઓને છાવરવામાં આવી રહ્યા છે. યશપાલ જાડેજા, ભૂ-માફિયા જયેશ પટેલનો પાર્ટનર છે. નિશાએ ન્યાય ન મળ્યો હોવાનું જણાવી ચીમકી ઉચ્ચારી છે કે, જો યોગ્ય ન્યાય નહી મળે તો આત્મહત્યા કરીશ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.