Solidarity/ ગીરસોમનાથના કાજલી ગામે કોમી એકતાના દર્શન, અક્ષત કળશનું મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય સ્વાગત

ગીરસોમનાથ જીલ્લાના વેરાવળ તાલુકાના 3000 ની વસ્તી ધરાવતા કાજલી ગામ કે જે વર્ષોથી પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારના સુઝબુઝથી સમરસ થઈ રહ્યુ છે. અહીં ઇલેક્શન નહી પણ સીલેકશનથી સરપંચ થાય છે અને આ ગામમાં 35% થી વધુ મુસ્લિમ સમાજ રહે છે. પરંતુ આજદિન સુધી…

Top Stories Gujarat
Beginners guide to 1 1 ગીરસોમનાથના કાજલી ગામે કોમી એકતાના દર્શન, અક્ષત કળશનું મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય સ્વાગત

Gir Somanath News: ગીરસોમનાથ જીલ્લાના કાજલી ગામે અક્ષત કળશ યાત્રા આવી પહોંચી હતી. જેનું કાજલી ગામના પટણી મુસ્લિમ સમાજ દ્રારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ. અને ગામમાં શ્રીરામ મંદિરની પુન:પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના 3 દિવસના ભવ્ય  કાર્યક્રમમાં પણ મુસ્લિમ સમાજ જોડાશે. આ તકે કોમી એકતાના દર્શન જોવા મળ્યા હતા.

WhatsApp Image 2024 01 20 at 3.34.16 PM 1 ગીરસોમનાથના કાજલી ગામે કોમી એકતાના દર્શન, અક્ષત કળશનું મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય સ્વાગત

સમગ્ર દેશ જ્યારે 22 જાન્યુઆરીએ અયોધ્યામાં પ્રભુ શ્રીરામ રામ બિરાજવાના છે અને તેમની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના સાક્ષી બનવાના છે, તેનો અનેરો ઉત્સવ અત્યારે ઠેરઠેર ઉજવાઈ રહ્યો છે. ત્યારે ગીરસોમનાથ જીલ્લાના વેરાવળ તાલુકાના 3000 ની વસ્તી ધરાવતા કાજલી ગામ કે જે વર્ષોથી પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારના સુઝબુઝથી સમરસ થઈ રહ્યુ છે. અહીં ઇલેક્શન નહી પણ સીલેકશનથી સરપંચ થાય છે અને આ ગામમાં 35% થી વધુ મુસ્લિમ સમાજ રહે છે. પરંતુ આજદિન સુધી કોઇપણ અનિચ્છનીય બનાવ બન્યો નથી. સૌ કોઇ હળીમળીને આ ગામમા રહે છે. ગામના સરપંચ મેરગબારડ દ્રારા મુસ્લિમ સમાજ માટે કોમ્યુનિટી હોલ તેમજ ઘણા વિકાસના કામો કરેલા છે.

ત્યારે અયોધ્યાથી આવેલ ભગવાન શ્રીરામના અક્ષત કળશને પણ કાજલી ગામના સમસ્ત મુસ્લિમ સમાજે ફુલહારથી ભવ્ય સ્વાગત કરેલ હતુ. અને ખૂબ જ નમ્રતાથી આ કળશને સૌ કોઇ મુસ્લિમ બિરાદરોએ મસ્તક પર રાખી આદર આપ્યો હતો. આ તકે ઉપસ્થિત મુસ્લિમ સમાજના અગ્રણીઓએ અયોધ્યામાં બની રહેલ ભગવાન શ્રીરામના મંદિરને આવકારેલ હતુ.

22 જાન્યુઆરીએ કાજલી ગામમાં પણ ભવ્ય શ્રીરામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અયોધ્યાના શુભમુહૂર્તના સમયે જ કરવામાં આવશે અને ગામમાં ભવ્ય શોભાયાત્રા, ધુવાડાબંધ સમૂહભોજન યોજાશે. જેમા પણ સમસ્ત પટણી મુસ્લિમ સમાજ પરીવાર સાથે જોડાશે. આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ મંત્રી ઝવેરી ઠકરાર, RSS ના બિપીન હરીયાણી , પૂર્વ ધારાસભ્ય ગોવિંદ પરમાર, પૂર્વ જીલ્લા ભાજપ પ્રમુખ માનસિંહ પરમાર, કાજલી માકેટીંગ યાર્ડના ચેરમેન પરેશ પરમાર, તાલુકા પંચાયતના પ્રમુખ નરેન્દ્ર ઝાલા, સરપંચ મેરગ બારડ સહિત બહોળી સંખ્યામાં મુસ્લિમ સમાજ જોડાયો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:નવી દિલ્હી/UKમાં બેઠેલા ભાગેડુઓની વધી મુશ્કેલી, CBI અને NIAની ટીમે મળીને તૈયાર કર્યો આ પ્લાન

આ પણ વાંચો:રાજસ્થાન/બળાત્કારથી ગર્ભવતી બનેલી 11 વર્ષની બાળકીએ આપવો પડશે બાળકને જન્મ,જાણો શું કહ્યું કોર્ટ

 

 

આ પણ વાંચો:અયોધ્યા રામમંદિર/અયોધ્યા રામ મંદિર: પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને લઈને CM યોગીની લોકોને અપીલ, અયોધ્યામાં કડક સુરક્ષા, 20 જાન્યુઆરી પછી પ્રવેશ નહીં