Not Set/ સુરત/ ૩૦૦થી વધુ ખાનગી શાળા દ્વારા ઓનલાઈન હાજરીનો વિરોધ

રાજ્યના શિક્ષણ વિભાગ દ્રારા અગાઉ પરિપત્ર કરી ગુજરાતની તમામ શાળાના દરેક શિક્ષકોની ઓનલાઈન હાજરી પુરવા માટે સુચના આપી હતી. જેનો અમલ 1 જાન્યુઆરીથી કરવાનો ફરજીયાત આદેશ કરવામાં આવ્યો હતો.પરંતુ સુરતની 300 થી વધુ ખાનગી શાળાઓ સરકારના આ નિર્ણયનો વિરોધ કરી છે. અને શાળા સંચાલકોની ઘણી માંગણીઓ પેન્ડીંગ હોવાથી તમામે ઓનલાઈન હાજરીઓ પુરવાનો ઈન્કાર કરી દીધો છે. થોડા સમય અગાઉ […]

Gujarat Surat
વરીયાળી 2 સુરત/ ૩૦૦થી વધુ ખાનગી શાળા દ્વારા ઓનલાઈન હાજરીનો વિરોધ

રાજ્યના શિક્ષણ વિભાગ દ્રારા અગાઉ પરિપત્ર કરી ગુજરાતની તમામ શાળાના દરેક શિક્ષકોની ઓનલાઈન હાજરી પુરવા માટે સુચના આપી હતી. જેનો અમલ 1 જાન્યુઆરીથી કરવાનો ફરજીયાત આદેશ કરવામાં આવ્યો હતો.પરંતુ સુરતની 300 થી વધુ ખાનગી શાળાઓ સરકારના આ નિર્ણયનો વિરોધ કરી છે. અને શાળા સંચાલકોની ઘણી માંગણીઓ પેન્ડીંગ હોવાથી તમામે ઓનલાઈન હાજરીઓ પુરવાનો ઈન્કાર કરી દીધો છે.

થોડા સમય અગાઉ ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગે શહેરની તમામ શાળા સંચાલકોને લઈને એક પરિપત્ર જાહેર કર્યો હતો. જેમાં 1 જાન્યુઆરી 2020 થી બાળકોની જેમ શિક્ષકોની પણ ઓનલાઈન હાજરી પુરવા માટે સુચના આપવામાં આવી હતી. જેના અનુસંધાનમાં સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળની બેઠક યોજાઈ હતી. જેમાં શાળા સંચાલન માટે અનેક માંગણીઓ પેન્ડીંગ હોવાને કારણે, જયાં સુધી આ માંગણીઓ સંતોષાય નહી ત્યાં સુધી એક પણ શાળાએ ઓનલાઈન હાજરી ન પુરવાનો નિર્ણય લીધો હતો.

શાળા સંચાલકોની પેન્ડીંગ માંગણીઓને લઈને ઓગસ્ટ મહિનામાં ટાસ્ક ફોર્સની રચના કરાઈ હતી. જોકે હજુ સુધી તેની બેઠક યોજાઈ નથી. આ ઉપરાંત સરકાર સાથે 16 ડિસેમ્બરે પણ બેઠક યોજાઈ હતી. જેમાં કોઈ નિરાકરણ ન આવતા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે આ નિર્ણય લીધો છે. જેમાં સુરતની 300 થી વધુ શાળાઓના 2000થી વધુ શિક્ષકોની ઓનલાઇન હાજરી નહિ ભરી સરકારના પરિપત્રનો વિરોધ દર્શાવાઈ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.