Gujarat Rain News/ જૂનાગઢ અને અમરેલીમાં ભાદરવાના અંતે અષાઢી માહોલ, ધોધમાર વરસાદ પડતા રસ્તાઓ પર પાણી જ પાણી

ગિરનાર પર્વત સહિત ભવનાથ તળેટી વિસ્તારમાં બપોર બાદ અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો. ત્યારે ગિરનાર પર્વત પર વરસાદી માહોલ છવાયો હતો.

Gujarat Others
YouTube Thumbnail 43 2 જૂનાગઢ અને અમરેલીમાં ભાદરવાના અંતે અષાઢી માહોલ, ધોધમાર વરસાદ પડતા રસ્તાઓ પર પાણી જ પાણી

નવરાત્રી પહેલા ફરી રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આજે જૂનાગઢમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પાણી પાણી થયા હતા. આસો મહિનો શરૂ થવાને હવે એક દિવસ જ આડો છે ત્યારે જ શહેરમાં વરસાદી માહોલ છવાતા ગરબા આયોજકો અને ખેલૈયાઓ ચિંતિત બન્યા છે.

જિલ્લામાં આવેલા ગિરનાર પર્વત સહિત ભવનાથ તળેટી વિસ્તારમાં બપોર બાદ અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો. ત્યારે ગિરનાર પર્વત પર વરસાદી માહોલ છવાયો હતો. ગિરનાર પર્વત પર અંબાજી ટૂક પર આવેલા મંદિર નજીક વરસાદી ઝાપટા વરસ્યા હતા. સમગ્ર પર્વત પર ધીમીધારે વરસાદ વરસ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું. ત્યારે આવા વાતાવરણ વચ્ચે બપોરે ભારે ઉકળાટ બાદ અચાનક વાતાવરણ પલટાયું હતું અને ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને કારણે શહેરીજનોને ઉકળાટમાંથી રાહત મળી હતી અને સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. અમરેલી જિલ્લામાં વરસાદી ઝાપટા પડ્યા છે.  અમરેલી જિલ્લાના દામનગર બાદ મોટા આંકડીયા, નાના આંકડીયા,  મોટા માચિયાળા, નાના માચિયાળા, ચિતલ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ વરસાદી ઝાપટા પડ્યા છે. અસહ્ય ઉકળાટ બાદ વરસાદી ઝાપટું પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.  અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો આવતા લોકોએ ગરમીથી આશિંક રાહત મેળવી છે.

અમરેલી જિલ્લાના  દામનગર શહેરમાં વાતાવરણ પલટાયું હતું.  શહેરમાં ધીમીધારે વરસાદી ઝાપટું પડ્યું હતું.  અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ શહેરમાં વરસાદી ઝાપટું પડ્યું હતું.  ભારે બફારા બાદ વરસાદી ઝાપટું પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.  લોકોને ગરમીથી રાહત મળી હતી.


whatsapp ad White Font big size 2 4 જૂનાગઢ અને અમરેલીમાં ભાદરવાના અંતે અષાઢી માહોલ, ધોધમાર વરસાદ પડતા રસ્તાઓ પર પાણી જ પાણી


આ પણ વાંચો:જામનગરમાં ગોઝારો કાર અકસ્માત, દંપતીનું કમકમાટી ભર્યું મોત

આ પણ વાંચો:દાહોદમાં નકલી નોટોના કારોબારનો પર્દાફાશ કરતી દાહોદ SOG પોલીસ

આ પણ વાંચો:કેશોદમાં પતિએ ત્રણ વખત તલાક કહીને પત્નીને આપ્યા છૂટાછેડા

આ પણ વાંચો:ગાયે બાળકનો પીછો કરી અડફેડે લીધો તો દાદી આવ્યા વચ્ચે અને….