Not Set/ #રથયાત્રા: આવા છે રાજ્યના અલગ અલગ શહેરોમાં રથયાત્રાના રંગ

અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક રથયાત્રાનો પ્રારંભ થઈ ચુક્યો છે. અમદાવાદ સહિત રાજ્યમાં ઘણી જગ્યાએ રથયાત્રા જોવા મળે. જણાવીએ કે અમદાવાદ સહિત મહેસાણા જિલ્લામાં વિસનગર, કડી, વડનગર, લાંઘણજ અને ગોઝારિયામાં ભગવાન જગન્નાથની રથયાત્રાઓ નીકળશે.સાથે સાથે ભાવનગરની રથયાત્રા વધુ ચર્ચામાં રહે છે.ઉત્તર ગુજરાતની સૌથી મોટી રથયાત્રા પાટણમાં જોવા મળે છે. આ સિવાય રથયાત્રા સિદ્ધપુર, પાલનપુર, ડીસા, […]

Top Stories Gujarat Others
edw 7 #રથયાત્રા: આવા છે રાજ્યના અલગ અલગ શહેરોમાં રથયાત્રાના રંગ

અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક રથયાત્રાનો પ્રારંભ થઈ ચુક્યો છે. અમદાવાદ સહિત રાજ્યમાં ઘણી જગ્યાએ રથયાત્રા જોવા મળે.

જણાવીએ કે અમદાવાદ સહિત મહેસાણા જિલ્લામાં વિસનગર, કડી, વડનગર, લાંઘણજ અને ગોઝારિયામાં ભગવાન જગન્નાથની રથયાત્રાઓ નીકળશે.સાથે સાથે ભાવનગરની રથયાત્રા વધુ ચર્ચામાં રહે છે.ઉત્તર ગુજરાતની સૌથી મોટી રથયાત્રા પાટણમાં જોવા મળે છે.

આ સિવાય રથયાત્રા સિદ્ધપુર, પાલનપુર, ડીસા, ભાભર, ઇડર, ખેડબ્રહ્મા, મોડાસા સહિતના અનેક શહેરોમાં પણ રથયાત્રા નીકળતી જોવા મળે છે.

ભાવનગર 14 બ્રહ્માંડનો નાથ ભાવેણાંની ધરાને ધન્ય કરવા આજે અષાઢી બીજના પર્વે શહેરની નગરયાત્રાએ નીકળ્યા છે. ભગવાન જગન્નાથજીની 34મી રથયાત્રાનો પ્રારંભ સવારે 8 કલાકથી થયો હતો.

જણાવીએ કે 12 થી 13 કલાક સુધી 18 કિ.મી.ના લાંબા રૂટ પર ભગવાનના નગરવિહાર સમયે માર્ગો પર હજારો ભક્તો દર્શનનો લ્હાવો લઈ જન્મ-જન્માંતરના પાપોથી મુક્તિ મેળવી ધન્યતા અનુભવે છે.

edw 6 #રથયાત્રા: આવા છે રાજ્યના અલગ અલગ શહેરોમાં રથયાત્રાના રંગ

વડનગરમાં આજે  ગોપાલજી મંદિરથી રથયાત્રા નીકળશે. અ વર્ષે 106મી રથયાત્રા નીકળી રહી છે. વહેલી સવારે 5.30 વાગ્યે મંગળા આરતી બાદ બપોરે 2 વાગે શ્રી શ્રી વેંકટેશાચાર્યજીના હસ્તે રથયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવશે.

Visnagar News - rath yatra in visnagar link vadnagar lonajjh and gojaria 074518

પાટણ શહેરમાં આજે નીકળનારી જગન્નાથની 137મી રથયાત્રા છે. વહેલી સવારે મંગળા આરતી બાદ રથયાત્રા નીકળી હતી. આ પહેલા બુધવારે ભગવાન જગન્નાથ અને ભાઈ બલભદ્રના આંખે બાંધેલા પાટા ખોલવામાં આવ્યા હતા.

જેના પછી 35 ભૂદેવો દ્વારા મંત્રોચ્ચાર સાથે 16 દ્રવ્યો દ્વારા મહા અભિષેક કરાયો હતો. સાંજે મોસાળમાંથી ભગવાન જગન્નાથનું ભવ્ય મામેરું ભરી વાજતે ગાજતે શોભાયાત્રા સ્વરૂપે જાહેર માર્ગો પર ફરી નિજ મંદિર પહોંચ્યું હતું.

137th jagannath rathyatra in patan today mamera held in city

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.