Not Set/ હાલાેલ પેટ્રોલપંપ પર થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો

પોલીસે પેટ્રોલ પંપની લૂંટનો ભેદ ઉકેલ્યો.

Gujarat
robbary હાલાેલ પેટ્રોલપંપ પર થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો

વાઘોડિયા હાલોલ રોડ નજીક ભણીયારા પાસેના દીપ મંગલ ઇન્ડિયન પેટ્રોલ પંપ પર વહેલી સવારે  ત્રણ માસ્કધારીઓએ હવામાં ફાયરિંગ કરી પેટ્રોલ પંપ પરના કેશિયરને માર મારી 27 હજારની લૂંટ કરી હતી. વાઘોડિયા પોલીસ દ્વારા અજાણ્યા માસ્કધારી લૂંટારા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

 વડોદરા ગ્રામ્ય જિલ્લા એલસીબી અને એસઓજી પોલીસે આ ગુનાનો ભેદ ઉકેલ્યો છે. આ ગુનામાં સંડોવાયેલા ઉત્તર પ્રદેશની કુખ્યાત ગેંગના બે શખ્સોને ઝડપી પાડયા છે. જ્યારે હજુ બે વોન્ટેડ આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.વડોદરા ગ્રામ્ય જિલ્લા LCB અને SOG પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું અને અલીરાજપુરથી ઉત્તર પ્રદેશ સુધીના હાઇવે પર આવતી તમામ હોટલ, પેટ્રોલ પંપ અને ટોલનાકાનું સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં ગોલ્ડન ચોકડી પર લાગેલા સીસીટીવી કેમેરામાં ઉત્તર પ્રદેશના પાર્સિંગ વાળી શંકાસ્પદ ઇન્ડિકા કાર જણાઇ આવી હતી.કાર ઉત્તર પ્રદેશના કુખ્યાત આરોપી ચંદ્રપ્રકાશ સરજુ પ્રસાદ પરમારની હોવાનુ બહાર આવ્યું હતું. પોલીસે ચંદ્રપ્રકાશ અને તેના મિત્ર અતુલ કુમાર વર્માને ઝડપી પાડી સઘન પુછતાછ હાથ ધરતાં કબૂલાત કરી હતી કે, અન્ય મિત્ર અજય કુમાર પટેલ અને ધનરાજ લોધી સાથે ભેગા મળી કામરેજ એસટી ડેપો પાસેથી બાઇકની ચોરી કરી ઘટનાને અંજામ આપ્યો હતો.અન્ય બે આરોપીને પકડવા પોલીસે તજવીજ હાથ ધરી છે.