Visavadar rain/ વિસાવદરમાં વરસાદે વિસામો જ ન લીધોઃ દસ ઇંચ ખાબક્યો

જૂનાગઢના વિસાવદરમાં જાણે વરસાદે વિસામો ન લેવાનું નક્કી કર્યું હોય તેમ છ કલાકમાં દસ ઇંચ સાથે ધડબડાટી બોલાવી દીધી હતી. આમ સૌરાષ્ટ્રમાં પણ મેઘરાજાની સવારીનો તોફાની અંતિમ રાઉન્ડ શરૂ થયો છે.

Gujarat
For Mantavya 3 1 વિસાવદરમાં વરસાદે વિસામો જ ન લીધોઃ દસ ઇંચ ખાબક્યો

ગાંધીનગરઃ રાજ્યમાં મેઘરાજાની મેઘમહેર Visavadar-Heavy rain અનરાધાર છે, પણ આ મહેર એટલી અનરાધાર થઈ ગઈ છે કે નાગરિકો લાચાર થઈ ગયા છે. જૂનાગઢના વિસાવદરમાં જાણે વરસાદે વિસામો ન લેવાનું નક્કી કર્યું હોય તેમ છ કલાકમાં દસ ઇંચ સાથે ધડબડાટી બોલાવી દીધી હતી. આમ સૌરાષ્ટ્રમાં પણ મેઘરાજાની સવારીનો અંતિમ રાઉન્ડ શરૂ થયો છે.

સવારે છ કલાકમાં સૌથી વધુ વરસાદ વિસાવદર પછી મેંદરડામાં 5.84 ઇંચ, બનાસકાંઠાના ભાભરમાં 4.48 ઇંચ અને પાટણના રાધનપુરમાં ચાર ઇંચ વરસાદ વરસ્યો છે.  આ ઉપરાંત બનાસકાંઠાના દિઓદર, મહેસાણા, થરાદ અને વંથલીમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ સિવાય બેચરાજી, વડગામ, બગસરા, ધ્રાંગધ્રા, હળવદ અને ડીસામાં બે ઇંચથી વધુ વરસાદ થયો છે.

Visavadar rain 1 વિસાવદરમાં વરસાદે વિસામો જ ન લીધોઃ દસ ઇંચ ખાબક્યો

આ સિવાય છેલ્લા 24 કલાકમાં જોઈએ તો ગોધરા Visavadar-Heavy rain અને શહેરમાં સાડા નવ ઇંચ વરસાદ ત્રાટકતા સમગ્ર શહેર જળબંબાકાર થઈ ગયું છે. તેની સાથે મહીસાગરના વીરપુરમાં પણ નવ ઇંચ વરસાદ પડ્યો છે. આમ છેલ્લા 24 કલાકમાં કુલ 204 તાલુકામાં વરસાદ નોંધાયો છે.

આ ઉપરાંત તલોદ અને બાયડમાં સાડા આઠ ઇંચ વરસાદ નોંધાયો છે. ધનસુરામાં આઠ, મોરવાહડફમાં પોણા આઠ, લુણાવાડા અને પ્રાંતિજમાં સાત ઇંચ, ખેડાના કપડવંજમાં સાડા છ ઇંચ વરસાદ નોંધાયો છે. પાંચ તાલુકામાં છ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. 11 તાલુકામાં ચારથી પાંચ વરસાદ નોંધાયો છે. અમદાવાદ શહેરમાં ચાર ઇંચ વરસાદ ખાબક્યો છે. 27 તાલુકામાંથી ત્રણમાં ત્રણથી Visavadar-Heavy rain પાંચ ઇંચ વરસાદ પડ્યો છે.

હજી પણ આગામી સમયમાં દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે મધ્યમ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની તથા સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માછીમારોને દરિયો ન ખેડવા જણાવાયું છે.

 

આ પણ વાંચોઃ Train cancelled/ભારે વરસાદને પગલે અમદાવાદથી પસાર થતી ટ્રેનો કરાઈ રદ, ઘરેથી નીકળતા પહેલા જોઈ લો લિસ્ટ

આ પણ વાંચોઃ સંસદ માટે શહીદી વહોરી લેનારા જવાનોને નમન, PM મોદીએ સંસદ હુમલાને યાદ કર્યો

આ પણ વાંચોઃ રાજયમાં ભારે વરસાદની આગાહી બાદ NDRFની ટીમ આ જિલ્લાઓમાં તૈનાત

આ પણ વાંચોઃ નર્મદા નદીનું રોદ્ર સ્વરૂપ,મધ્યરાત્રીએ ડભોઇ તંત્ર દ્વારા ચાર ગામોને અપાયું એલર્ટ

આ પણ વાંચોઃ જામનગરમાં પુત્રના મોતના સમાચાર સાંભળીને માતાએ પણ છોડ્યા પ્રાણ