NDRF/ રાજયમાં ભારે વરસાદની આગાહી બાદ NDRFની ટીમ આ જિલ્લાઓમાં તૈનાત

જયમાં વરસાદની પરિસ્થિતિ અને બચાવ-કામગીરી માટે એનડીઆર એફની ટીમને એલર્ટ કરી દેવાના નિર્દેશ આપી દેવામાં આવ્યા છે

Top Stories Gujarat
3 2 9 રાજયમાં ભારે વરસાદની આગાહી બાદ NDRFની ટીમ આ જિલ્લાઓમાં તૈનાત

ભારે વરસાદના લીધે ઉત્તર ગુજરાતને સાવધાન રહેવાની સૂચના આપવામાં આવી છે. બનાસકાંઠા,પાટણ,કચ્છમાં રાત્રે 10 વાગ્યા સુધી રેડ એલર્ટ કરવામાં આવ્યું છે. આજે રાજયમાં વરસાદ અવિરત રીતે ચાલુ છે. ગુજરાતના 11 જિલ્લામાં  રાત્રે 10 વાગ્યા સુધી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે.રાજયમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે,જેના પગલે તંત્ર એલર્ટ થઇ ગયું છે. અને રેસ્કયુ કરવાની કામગીરી માટે એનડીઆરએફની ટીમને ખડેપગે રહેવાના નિર્દેશ આપ્યા છે.

ઉલ્લેખયની છે કે રાજયમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે, અવિરત પણે વરસાદ પડી રહ્યો છે, રાજયમાં વરસાદની પરિસ્થિતિ અને બચાવ-કામગીરી માટે એનડીઆર એફની ટીમને એલર્ટ કરી દેવાના નિર્દેશ આપી દેવામાં આવ્યા છે. ભરૂચ અને જૂનાગઢમાં ndrfની એક એક ટીમ તેમજ પંચમહાલ,રાજકોટ,અને વડોદરામાં એક ટીમ તૈનાત કરવામાં આવી છે. આ ઉપરાંત બનાસકાંઠા,ભરૂચ અને દાહોદમાં sdrfની એક એક ટીમ અને નર્મદા અને વડોદપામાં 3-3 ટીમ તૈનાત કરવામાં આવી છે.