Not Set/ પ્રયાગરાજના રહેવાસી એવા અસ્થિર મગજનો બાળક આવી પહોચ્યું ધાનેરા અને પછી …

એક સિક્કા ની બે બાજુઓ હોય એમ હમેશા કડક મિજાજ માં રહેતી પોલીસ નો બીજો ચહેરો આવ્યો સામે ધાનેરા પોલીસે અસ્થિર મગજ ના બાળક ને પરિવાર સાથે મિલન કરાવી કરાવ્યા પોલીસ માં પણ રહેલા માનવીય અભિગમ ના દર્શન કરાવ્યા છે. 

Gujarat Others
indira hardyesh 4 પ્રયાગરાજના રહેવાસી એવા અસ્થિર મગજનો બાળક આવી પહોચ્યું ધાનેરા અને પછી ...

એક સિક્કા ની બે બાજુઓ હોય એમ હમેશા કડક મિજાજ માં રહેતી પોલીસ નો બીજો ચહેરો આવ્યો સામે ધાનેરા પોલીસે અસ્થિર મગજ ના બાળક ને પરિવાર સાથે મિલન કરાવી કરાવ્યા પોલીસ માં પણ રહેલા માનવીય અભિગમ ના દર્શન કરાવ્યા છે.

આમ તો ધોકો પછાડતી અને કડક આંખે વાત કરતી પોલીસ જોઈ હશે પણ પોલીસ પણ આખરે માણસ જ છે અને એમના પણ માનવતા જીવિત જ છે એ વાત સાર્થક કરતી ધાનેરા પોલીસએ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.  સચિન જે પ્રયાગરાજનો રહેવાસી છે અને અસ્થિર મગજનો છે જે ધાનેરામાં આવી ચડ્યો  હતો.

જે ધાનેરા પોલીસની નજરે ચડતા પોલીસ મથકે લાવી સઘળી હકીકત જાણી વાલી વારસોને જાણ કરી અલ્હાબાદના પોલીસ મથકે ગુમ થયાની ફરિયાદ નોંધાઇ હતી. જેના આધારે તાત્કાલિક  પરિવારનો સંપર્ક થઈ શક્યો હતો. આ બાળકના ભાઈ અને કાકા ધાનેરાં પોલીસ મથકે આવી સચિન ને લઈ પરત ફર્યા હતા. અને ધાનેરા પોલીસ ની કામગીરી નો આભાર માન્યો હતો.

ઉલ્લેખનીય છે કે, અગ્રવાલ ત્રણ રસ્તા પર પેટ્રોલીગ વખતે ASI વિસાજી અને પોલીસ કર્મી ગોવિદભાઈ ની સાથે કાળું ભાઈ હતા જેમની નજર આ અસ્થિર મગજ ના બાળક પર પડતા સઘળી હકીકત લઈ બાળક ના હાથ પર લખેલા છુંદણા ના આધારે વાલી નો સંપર્ક કર્યો ત્રણ દિવસ થી ધાનેરા પોલીસ મથકે સાચવી  રાખ્યો હતો. અને પરિવાર સાથે મિલન કરાવ્યું વિદાય આપતા પોલીસ કર્મીઓ એ 2000 જેટલી રકમ ભેટ માં આપી પરિવાર ને બાળક મળી જતા ખુશી ના આંસુ આવ્યા

ધાનેરા પોલીસની વાત કરવામાં આવે તો અગાઉ પણ અનેક પરિવાર ને લોકડાઉન માં મદદ પહોંચાડી હતી. લોકડાઉનમાં અનેક ઝૂંપડીઓ માં ભોજન પહોંચ્યું હતું. આમ હમેશા કડક મિજાજ માં રહેતી ધાનેરા પોલીસ સમય આવે માનવીય અભિગમ બતાવી ને માનવતાના દર્શન કરાવતા પણ અચકાતી નથી. ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે જે કાયદાની મર્યાદા માં રહી ને પણ માનવતા ના દર્શન કરવી ચુકી છે.

હાલ તો અસ્થિર મગજ ના બાળક ને લઈ પરિવાર ના સભ્યો પ્રયાગરાજ તરફ રવાના થતા પોલીસ પરિવાર માં બાળક નું કુટુંબ સાથે મિલન કરાવ્યા ની ખુશી જોવા મળી હતી.  સલામ છે ધાનેરા પોલીસ ને કે માનવીય અભિગમ દાખવી ને અસ્થિર મગજ ના બાળક ને પરિવાર સુધી પહોંચાડ્યો