Not Set/ નિત્યાનંદ આશ્રમ/ બંને સાધ્વીઓએ કરી HCમાં રેગ્યુલર જામીન અરજી

અમદાવાદ પાસે આવેલા હાથિજણમાં  DPS સ્કૂલનાં પ્રાંગણમાં આવેલા નિત્યાનંદ આશ્રમનાં વિવાદ મામલે પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલી બંને સાધ્વીઓ દ્વારા HCમાં જામીન અરજી કરવામાં આવી છે. ત્યારે ફરિયાદ પક્ષ દ્વારા સાધ્વીઓની જામીન અરજીમાં વિરોધની દલીલો સાથે ફરિયાદ પક્ષે HCમાં સોગંધનામું રજૂ કર્યું છે. ફરિયાદ પક્ષ દ્વારા સોંગદનામામાં રજૂઆત કરવામાં આવી છે કે, DPS સ્કૂલમાં ચાલતા નિત્યાનંદ […]

Ahmedabad Gujarat
19 11 2019 nityanandashramcase 20191119 1847 નિત્યાનંદ આશ્રમ/ બંને સાધ્વીઓએ કરી HCમાં રેગ્યુલર જામીન અરજી

અમદાવાદ પાસે આવેલા હાથિજણમાં  DPS સ્કૂલનાં પ્રાંગણમાં આવેલા નિત્યાનંદ આશ્રમનાં વિવાદ મામલે પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલી બંને સાધ્વીઓ દ્વારા HCમાં જામીન અરજી કરવામાં આવી છે. ત્યારે ફરિયાદ પક્ષ દ્વારા સાધ્વીઓની જામીન અરજીમાં વિરોધની દલીલો સાથે ફરિયાદ પક્ષે HCમાં સોગંધનામું રજૂ કર્યું છે.

ફરિયાદ પક્ષ દ્વારા સોંગદનામામાં રજૂઆત કરવામાં આવી છે કે, DPS સ્કૂલમાં ચાલતા નિત્યાનંદ આશ્રમમાં અભ્યાસ કરતી યુવતીઓને પુષ્પક સીટીમાં લઇ જવાતી હતી. આશ્રમની વિદ્યાર્થીનીઓ-યુવતીઓને પુષ્પક સીટીમાં લઈ જવાની જાણ ધરપકડ કરવામાં આવેલી સાધ્વી પ્રાણપ્રિયાને હતી. આપને જણાવી દઇએ કે, પોલીસ તપાસમાં પુષ્પક સીટીના મકાનમાં જ્યાં યુવતીઓને લઇ જવામાં આવતી ત્યાંથી યુવતીના કપડાં પણ મળ્યા હતા.

ફરિયાદી દ્વારા HCમાં સોંગદનામું રજૂ કરવામાં આવ્યું છે કે, આશ્રમમાં ચાલતા તમામ ગોરખધંધામાં બંને સાધ્વીઓની ભૂમિકા છે.  આપને તે પણ જણાાવી દઇએ કે, HCમાં બે બહેનો જે આશ્રમમાંથી ગુમ છે તો મામલે હેબર્યસ પીટીશન પણ દાખલ કરવામાં આવી છે. અને કોર્ટ દ્વારા પણ પોલીસને યુવતીઓને કોઇ પણ ભોગે કોર્ટ સમક્ષ હાજર કરવાનું કડક શબ્દોમાં ફરમાન પણ કરવામાં આવ્યું છે.

આ મામલે વધુ સુનાવણી HCમાં આગામી 7 જાન્યુઆરીએ હાથ ધરાશે. ત્યારે નીચલી કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવેલા જામીન હોઇકોર્ટ દ્વારા ઇનવર્ટ આદેશ સાથે બહાલ કરવામાં આવે છે કે બને સાધ્વીને જેલમાં જ રહેવું પડશે તે હાઇકોર્ટ દ્વારા આગામી સમયમાં આદેશ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.