Not Set/ વલસાડ/ મક્કા-મદીનામાં મોટેલો, ટેન્ટ ભાડે આપવાની લાલચે 3.44 કરોડની છેતરપિંડી

બંટી અને બબલીના કિસ્સા તો સાંભળ્યા હતા પરંતુ વલસાડ ખાતે તો એક આખું પરિવાર જાણે બંટી અને બબલીનો પરિવાર બની સામે આવ્યું છે. આખા પરિવારે ભેગા મળીને આસ પાસ રહેતા લોકોને ચૂનો ચોપડવાનું કામ કર્યું છે.  ફિલ્મમાં તો બંટી બબલી તાજમહેલ વેચવા નીકળ્યું હતું તો અહીં મક્કા-મદીનામાં મોટેલ અને ટેન્ટ ભાડે આપી મસ મોટું ભાડું […]

Gujarat Others
વલસાડ વલસાડ/ મક્કા-મદીનામાં મોટેલો, ટેન્ટ ભાડે આપવાની લાલચે 3.44 કરોડની છેતરપિંડી

બંટી અને બબલીના કિસ્સા તો સાંભળ્યા હતા પરંતુ વલસાડ ખાતે તો એક આખું પરિવાર જાણે બંટી અને બબલીનો પરિવાર બની સામે આવ્યું છે. આખા પરિવારે ભેગા મળીને આસ પાસ રહેતા લોકોને ચૂનો ચોપડવાનું કામ કર્યું છે.  ફિલ્મમાં તો બંટી બબલી તાજમહેલ વેચવા નીકળ્યું હતું તો અહીં મક્કા-મદીનામાં મોટેલ અને ટેન્ટ ભાડે આપી મસ મોટું ભાડું વસુલવાની લાલચ આપી આખા પરિવારે આસપાસ ના લોકો સાથે છેતરપીંડી કરી છે.

વલસાડ જીલ્લામાં મુસ્લિમ પરિવારે લોકોને મક્કા મદીનામાં મોટેલો, મદીનામાં ટેન્ટ ભાડે આપવા, હજ દરમિયાન ડબલ ભાડું, અને મુંબઈ હૈદરાબાદ જેવા મોટા શહેરોમાં કન્ટ્રક્શનના ધંધા સાથે જોડાયેલી કંપનીની  લોભામણી સ્કીમો બતાવી શહરેના અનેક લોકો સાથે  કરોડની ઠગાઈ કરી છે અને તે સંદર્ભ ની ફરિયાદ પણ પોલીસ મથકે નોધાઇ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર વલસાડના મોટા તાઇવાડ મસ્જિદ પાસે રહેતા 44 વર્ષીય સાદ્દીકમહમદ નજમલહુશેન ઈસબના ઘરની નજીકમાં રહેતી ઝેબા મુબારક અબ્દુલ સાથીયાએ તેમને 3 વર્ષ પહેલા જણાવ્યું હતું કે, તેમની મક્કા મદીનામાં મોટેલો અને મુંબઈ હૈદરાબાદ જેવા મોટા શહેરોમાં કન્ટ્રક્શનનો વ્યવસાય કરતી કંપનીઓ સાથે તેમનો વ્યવહાર ચાલે છે. તેમજ મક્કા મદીનામાં ટેન્ટ ભાડે આપવાનો વ્યવસાય છે. અને હજના સમયે ડબલ ભાડું વસૂલી કમાણી કરે છે. જો તમારે રોકાણ કરવું હોય તો રૂપિયા એક લાખથી રોકાણ કરી શકો છો. તમને માત્ર 3 માસમાં 90 હજાર કમાવવા મળશે જેવી લોભામણી લાલચો આપીને વલસાડના 23થી વધારે લોકો સાથે છેતરપીંડી કરી છે.

ઝેબા મુબારક અબ્દુલ સાથીયા, સાથે તેના પતિ મુબારક અબ્દુલ સાથીયા, પિતા મુસ્તાકમામુદ નવલા, ભાઈ તોસીફ મુસ્તાક નવલા, મુબારક અબ્દુલ લતીફ સાથિયા, અમીન અબ્દુલરહીમ મનીઆર, ઉસ્માન આસિફ નવલા અને આસિફ માહમૂદ નવલાએ ભેગા મળીને વલસાડના 23થી વધારે લોકો પાસેથી 3.44કરોડ રૂપિયા રોકાણ કરવાંના નામે ખંખેરી લીધા છે.

તા. 30-11-2017 પછી ઝેબા તેનો પતિ મુબારક, પિતા મુસ્તાકભાઈ અને ભાઈ તોસીફ જોવા મળ્યા નથી. તેઓ ઇંગ્લેન્ડ ભાગી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે. લોભામણી સ્કીમો બતાવી લોકોના રૂપિયા પરત ન આપતા આ ઈસમો વિરુદ્ધ સાદ્દીક મહમદ ઈસબે વલસાડ સીટી પોલીસ મથકે ઝેબા સાથિયા અને તેના પારિવારિક સાગરીતો વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.

લોકોને એક લાખના રોકાણમાં 90 હજાર કમાવવાની સ્કીમો બતાવી, લોકોએ જમા કરેલી રકમ ચાઉં કરી ગયા છે. શરૂમાં રૂપિયા પરત માંગતા બહાના બતાવ્યા હતા. રૂપિયાની માંગણી કરતા ચેક આપી દેવામાં આવતો હતો. અને જમા કરવાના સમયે બહાના બતાવ્યા કરતા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે… 

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.