સુરત/ ગુજરાતમાં કળિયુગ ચરમસીમાએ, કચરામાં ફેંકાયું વધુ એક નવજાત શિશુનુ ભ્રુણ

પાંડેસરા વિસ્તારમાં આવેલી કર્મયોગી સોસાયટીની વાલ્મીકિ ગલીમાં નવજાત શિશુનું ભ્રૂણ મળી આવતા ખળભળાટ મચ્યો છે. આ ઘટનાના દ્રશ્યો જોઈને સ્થાનિક રહીશો ચોંકી ગયા હતા.

Gujarat Surat
નવજાત શિશુનુ ભ્રુણ

સુરતમાં દિવસે દિવસે ભૃણ હત્યાના ગ્રાફ સતત વધી રહ્યો છે. નવજાત શિશુને તરછોડવાના બનાવો પણ સતત વધી રહ્યા છે. ત્યારે વધુ એક બનાવ સુરતમાં સામે આવ્યો છે. જેમાં પાંડેસરા વિસ્તારમાંથી નવજાત શિશુનુ  ભ્રુણ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.સુરતના પાંડેસરાની કર્મયોગી સોસાયટી 2માંથી નવજાત ભૃણ મળી આવતા સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી.ઘટનાની જાણ થતા પોલીસે તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલી કર્મયોગી સોસાયટીની વાલ્મીકિ ગલીમાં નવજાત શિશુનુ ભ્રુણ મળી આવતા ખળભળાટ મચ્યો છે. આ ઘટનાના દ્રશ્યો જોઈને સ્થાનિક રહીશો ચોંકી ગયા હતા. સ્થાનિકોને કચરાના ઢગલા વચ્ચે પડેલા નવજાત ભ્રૂણ અંગેની માહિતી પોલીસને આપી હતી. જેથી પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યા ગયો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી.

પાંડેસરામાં નવજાત શિશુનું  ભ્રુણ મળ્યા બાદ પોલીસે તાત્કાલિક નવજાત શિશુના ભૃણનો મૃતદેહને હોસ્પિટલ ખસેડ્યો હતો. સ્થાનિક ચર્ચા મુજબ આ ઘટનામાં કોઈ યુવતી કે મહિલાઓએ પોતાનું પાપ છુપાવવા માટે નવજાતને જન્મ આપ્યા બાદ તેનો ત્યાગ કર્યો હોય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો:વેકેશનમાં શું કરતાં હતાં? ભર ચોમાસે શાળાના ઓરડા ઉતારવાની કામગીરી શરુ:ભારતનું ભાવી ભણે બહાર

આ પણ વાંચો:ફાટકમુકત ગુજરાત અભિયાને પકડી સ્પીડ : આ શહેરો થશે હવે રેલ્વેફાટક વગરનાં

આ પણ વાંચો:ઊના ગીરગઢડા મચ્છુન્દ્રી ડેમ ૭૦ ટકા ભરાતા ૧૬ ગામોને એલર્ટ કરાયા