Not Set/ હું રાહુલ ગાંધીને નહીં અશોક ગેહલોતને મળ્યો હતો :હાર્દિકનો ખુલાસો

અમદાવાદ, પાટીદાર નેતા હાર્દિક પટેલની અમદાવાદમાં હોટલ તાજ ઉમેદમાં કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સાથે કરેલી કથિત મુલાકાત બાદ ખાસ્સો વિવાદ શરૂ થયો છે. હાર્દિક પટેલની હોટલ તાજની મુલાકાતના સીસીટીવી ફુટેજ બહાર આવ્યા બાદ આ પાટીદાર નેતાએ રાહુલ ગાંધીને મળવા અંગે ખુલાસો કર્યો હતો. હાર્દિક પટેલે જણાવ્યું હતું કે હોટલ તાજ ઉમેદમાં તેઓ રાહુલ ગાંધીને નહીં […]

Gujarat
hardik patel cctv હું રાહુલ ગાંધીને નહીં અશોક ગેહલોતને મળ્યો હતો :હાર્દિકનો ખુલાસો

અમદાવાદ,

પાટીદાર નેતા હાર્દિક પટેલની અમદાવાદમાં હોટલ તાજ ઉમેદમાં કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સાથે કરેલી કથિત મુલાકાત બાદ ખાસ્સો વિવાદ શરૂ થયો છે. હાર્દિક પટેલની હોટલ તાજની મુલાકાતના સીસીટીવી ફુટેજ બહાર આવ્યા બાદ આ પાટીદાર નેતાએ રાહુલ ગાંધીને મળવા અંગે ખુલાસો કર્યો હતો. હાર્દિક પટેલે જણાવ્યું હતું કે હોટલ તાજ ઉમેદમાં તેઓ રાહુલ ગાંધીને નહીં પણ અશોક ગેહલોતને મળ્યા હતા.હાર્દિકે પોતાની પ્રાઇવેસી ઉપર પણ સવાલ ઉભો કરતા જણાવ્યું કે હોટલે સીસીટીવી ફુટેજ આપીને તેમની પ્રાઇવેસીનો ભંગ કર્યો છે અને હોટલ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ હાર્દિક પટેલ સોમવારે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને મળ્યા હોવાના રિપોર્ટ મીડીયામાં લીક થયા હતા. હોટલ તાજના સીસીટીવી ફુટેજમાં હાર્દિક પટેલ હોટલમાં પ્રવેશી રહ્યા છે તેના ફુટેજ મીડીયામાં લીક થયા હતા, જે પછી વિવાદ શરૂ થયો છે.

હાર્દિક પટેલે પોતાની રાહુલ ગાંધીની સાથેની કથિત મુલાકાત અંગે પ્રતિક્રિયા આપતા એમ પણ જણાવ્યું કે તેઓ જ્યારે રાહુલ ગાંધીને મળશે ત્યારે દુનિયાને જાણ થશે. તેઓ રાહુલ ગાંધીને ગુપ્ત રીતે મળવા નથી માંગતા.

હાર્દિક પટેલે ટ્વીટ કરતાં એમ પણ લખ્યું છે કે ગુજરાતમાં હજારો લીટર દારૂ ભાજપની નિગરાનીમાં બોર્ડર ઉપરથી આવે છે. ત્યારે આ સીસીટીવી ક્યાં જાય છે.