Junagadh/ જુનાગઢ : પોલીસના તોડ કાંડમાં ATS ના જૂનાગઢમાં ધામા, કેસમાં સંડોવાયેલા લોકોના લેવાઈ શકે છે નિવેદન

જૂનાગઢમાં તોડકાંડ મામલે દિવસે ને દિવસે નવા ધડાકાઓ થઈ રહ્યા છે. ઓળખાણ નો માસ્ટર માઈન્ડ સીપીઆઈ તરલ ભટ્ટ ભૂગર્ભમાં ઉતરી ગયો છે અને વિદેશ નાસી ગયા હોવાની ચર્ચાએ પકડ્યું જોર.

Top Stories Gujarat Others
YouTube Thumbnail 62 1 જુનાગઢ : પોલીસના તોડ કાંડમાં ATS ના જૂનાગઢમાં ધામા, કેસમાં સંડોવાયેલા લોકોના લેવાઈ શકે છે નિવેદન

જૂનાગઢમાં પોલીસ પર આફત આવી છે. તોડકાંડ મામલે દિવસે ને દિવસે નવા ધડાકાઓ થઈ રહ્યા છે. ઓળખાણ નો માસ્ટર માઈન્ડ સીપીઆઈ તરલ ભટ્ટ ભૂગર્ભમાં ઉતરી ગયો છે અને વિદેશ નાસી ગયા હોવાની સૂત્રો દ્વારા માહિતી મળી છે. 26 જાન્યુઆરીના રોજ જુનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એસઓજીના પીઆઈ અરવિંદ ગોહેલ, એસઆઈ દિપક જાની અને માણાવદર સીપીઆઈ તરલ ભટ્ટ સામે ફરિયાદ નોંધાઈ હતી જેમાં ૩૩૫ જેટલા બેંક ખાતાઓ ખોટા દસ્તાવેજો બનાવી અને ફ્રિજ કરવામાં આવ્યા હતા અને અનફ્રીઝ કરવાના 25લાખ રૂપિયાની માંગણી કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો..

SOG branch PI, ASI and CPI suspended from Manavadar demanded lakhs from  Kerala businessman | જૂનાગઢ પોલીસનો તોડકાંડ: SOG શાખાના PI, ASI અને  માણાવદરના CPI સસ્પેન્ડ, કેરળના વેપારી પાસે કરી ...

આ સમગ્ર મામલાની તપાસ ATSને સોંપવામાં આવતા છેલ્લા બે દિવસથી એટીએસ દ્વારા જુનાગઢમાં ધામા છે. ATSએ તપાસ શરૂ કરતા કેસને લગતું તમામ સાહિત્ય એસઓજી માંથી કબજે લેવામાં આવ્યું છે. તેમજ તોડકાંડ કેસમાં જોડાયેલા તમામ લોકો એટીએસની રડારમાં છે. ATS આ કેસ સાથે જોડાયેલા લોકોના નિવેદનો પણ લઈ શકે છે. બેંક ખાતા ફ્રિજ-અનફ્રિઝ કરવાના તોડકાંડમાં માસ્ટર માઈન્ડ સીપીઆઈ તરલ ભટ્ટના ડ્રાઇવર એટીએસ સમક્ષ હાજર થયા છે. ડ્રાઇવર નાથાભાઈ ગાડીની લોકબુક સાથે એટીએસ સમક્ષ હાજર થતા તેમની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવશે.

જુનાગઢ પોલીસ તોડકાંડના માસ્ટરમાઈન્ડ એવા તરલ ભટ્ટ અનેકવાર પોલીસ બેડામાં વિવાદમાં રહી ચૂક્યા છે. તરલ ભટ્ટ અમદાવાદમાં પીસીબીમાં ફરજ બજાવી ચૂક્યા છે અને ત્યાં કરોડોનો સત્તા કાંડ ઝડપાયો હતો તેમાં પણ તેમણે તોડ કર્યો હતો. પી.આઈ તરલ ભટ્ટ વિદેશ નાસી ગયા હોવાની માહિતી સૂત્રો તરફથી મળી રહી છે. સંભવત પોલીસ દ્વારા પી.આઈ.ભટ્ટને લઈને લુક આઉટ નોટિસ પણ ઇસ્યુ કરવામાં આવી શકે. તોડકાંડ મામલે અત્યારે ચર્ચાનું બજાર ગરમ છે. એવી પણ અટકળો વહેતી થઈ છે કે તરલ ભટ્ટ દુબઈના બુકીઓના સંપર્કમાં છે. આ મામલે અનેક બેંકોના અધિકારીઓની સંડવણી અંગે પણ તપાસ કરવામાં આવશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું… તો બીજી તરફ 335 જેટલા બેંક ખાતેદારોનું લિસ્ટ તરલ ભટ્ટ દ્વારા એસ ઓ જી પી આઈ ને આપવામાં આવ્યું હતું અને હજુ પણ તરલ ભટ્ટ પાસે 1000 થી વધુ બેન્ક એકાઉન્ટ ડેટા હોવાની પણ શક્યતાઓ ચર્ચા રહી છે…


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીની થઈ જાહેરાત, 4 બેઠક માટે 27 ફેબ્રુઆરીએ થશે મતદાન

આ પણ વાંચો: વડોદરા: હરણી તળાવ દુર્ઘટનામાં વધુ એક આરોપી નિલેશ જૈન ઝડપાયો, અત્યાર સુધી 13 લોકોની કરાઈ ધરપકડ