Cricket/ IPL માં હવે 20 ઓવર ફેંકવાને લઇને બન્યો નવો નિયમ

સમયનો વપરાશ અટકાવવા માટે બીસીસીઆઈએ આઈપીએલમાં એક નવો નિયમ લાગુ કર્યો છે. આઈપીએલમાં હવે દરેક ટીમે 90 મિનિટની અંદર 20 ઓવર પૂરી કરવી પડશે.

Top Stories Sports
asd 15 IPL માં હવે 20 ઓવર ફેંકવાને લઇને બન્યો નવો નિયમ

સમયનો વપરાશ અટકાવવા માટે બીસીસીઆઈએ આઈપીએલમાં એક નવો નિયમ લાગુ કર્યો છે. આઈપીએલમાં હવે દરેક ટીમે 90 મિનિટની અંદર 20 ઓવર પૂરી કરવી પડશે. પહેલા 90 મી મિનિટમાં વીસમી ઓવર શરૂ કરવાનો નિયમ હતો, પરંતુ હવે આ સમય સુધીમાં આખી ઓવર પૂર્ણ કરવાનો નિયમ બનાવવામાં આવ્યો છે. આઈપીએલમાં સોફ્ટ સિગ્નલ નિયમ પણ દૂર કરવામાં આવ્યો છે.

asd 16 IPL માં હવે 20 ઓવર ફેંકવાને લઇને બન્યો નવો નિયમ

Funny Moment / બટલરનાં આઉટ થયા બાદ કોહલી ખુશી વ્યક્ત કરતા કૂદકો મારવા લાગ્યો, જુઓ આ વીડિયો

બીસીસીઆઈએ આઈપીએલ ફ્રેન્ચાઇઝીને મોકલેલા એક ઇમેઇલમાં કહ્યું છે કે, મેચનાં સમયને નિયંત્રિત કરવાના પગલા તરીકે, દરેક ઇનિંગ્સમાં 20 મી ઓવર હવે 90 મિનિટમાં સમાવિષ્ટ કરવામાં આવી છે, આ પહેલા 20 મી ઓવર 90 મી મિનિટ પર અથવા તે પહેલા શરૂ થવાની હતી. આમાં, હવે દરેક ઓવર માટે 4 મિનિટ અને 15 સેકંડનો સમય આપવામાં આવ્યો છે. જેનો અર્થ એ થયો કે ઇનિંગ્સની 20 ઓવર 90 મિનિટમાં પૂર્ણ થવી જોઈએ. તેમાં 85 મિનિટનો રમતનો સમય અને 5 મિનિટનો સમય ટાઇમ આઉટ માટે રાખવામાં આવ્યો છે.

asd 17 IPL માં હવે 20 ઓવર ફેંકવાને લઇને બન્યો નવો નિયમ

Funny Moment / સ્ટોક્સ આઉટ થયો અને હાર્દિક પંડ્યાએ મેદાનમાં ખેલાડીઓની માંગી માફી, જુઓ Video

અગાઉની જેમ આઈપીએલમાં 8 ટીમો છે, પરંતુ આ સમયે કોઈ ટીમને હોમ ગ્રાઉન્ડ આપવામાં આવ્યું નથી. આઈપીએલનો ખિતાબ મુંબઈ ઈન્ડિયન્સે પાંચ વખત, ચેન્નાઈ સુપર કિંગ્સે ત્રણ વખત પોતાના નામે કર્યો છે. દિલ્હી કેપિટલ્સ, પંજાબ કિંગ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર એવી ટીમો છે કે જે ફરી એક વખત ખિતાબ જીતવા મેદાને ઉતરશે. હવે જોવાનું એ છે કે 90 મિનિટનાં આ નિશ્ચિત સમયમાં કેટલી ટીમો સમયસર મેચ પૂર્ણ કરે છે. હવે દરેક ટીમમાં ઇનિંગ્સ માટે 90 મિનિટનો સમય હશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ