Election/ ભાજપની ફોર્મ્યુલાઃ ઓનલાઈન ફોર્મ ભરો MLA બનો

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ માટેના બાયોડેટા મંગાવવા ભાજપે પેપેરલેસ ડિજિટલ પ્લેટફોર્મ અપનાવ્યું હોવાનું જાણવા મળ્યું છે, ભાજપના  ટિકિટવાંછુ નેતાઓને ખાસ લિંક મોકલાશે જેમાં દાવેદારે ડિટેલ આપવાની રહેશે.

Top Stories Gujarat Gujarat Assembly Election 2022 Politics
BJP ભાજપની ફોર્મ્યુલાઃ ઓનલાઈન ફોર્મ ભરો MLA બનો
  • ભાજપની ફોર્મ્યુલાઃ ઓનલાઈન ફોર્મ ભરો MLA બનો
  • ભાજપની ટિકિટ માટે પેપેરલેસ ‘ડિજિટલ ફોર્મેટ ‘ની લિંકમાં ફોર્મ ભરવું પડશે
  • સેન્સ સમયે માત્ર ટૂંકી માહિતી જ રજૂ કરવાની રહેશે
  • દાવેદારી માટે ટોળેટોળા ઉમટી પડતા હોવાથી નારાજગી અને વિવાદથી બચવા ભાજપની ફોર્મ્યુલા

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ માટેના બાયોડેટા મંગાવવા ભાજપે પેપેરલેસ ડિજિટલ પ્લેટફોર્મ અપનાવ્યું હોવાનું જાણવા મળ્યું છે, ભાજપના  ટિકિટવાંછુ નેતાઓને ખાસ લિંક મોકલાશે જેમાં દાવેદારે ડિટેલ આપવાની રહેશે.

ગુજરાતમાં દિવાળી પછી ઉમેદવાર પસંદગીની કાર્યવાહી હાથ ધરવામાં આવી શકે છે, એના માટે ભાજપની કોર કમિટી અને ચૂંટણી સમિતિ દ્વારા ટિકિટ માટે આવેલા દાવેદારની સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી શકે છે, જેમાં ઉમેદવાર માટેની 2 થી 4 નામોની એક પેનલ બનાવીને કેન્દ્રીય ચૂંટણી સમિતિ સમક્ષ મોકલવામાં આવશે, તે પછી દિલ્હીથી જ ઉમેદવારના નામો જાહેર કરવામાં આવી શકે છે,

ભાજપમાં આગામી ચૂંટણી માટે દરે ભાજપમાં આગામી ચૂંટણી માટે દરેક બેઠક માટે એક થી વધુ દાવેદારો હોવાથી હવે આ પ્રક્રિયા ડિજીટલ કરવા નિર્ણય લેવાયો છે અને ઉમેદવાર પોતાની વિગતો રજૂ કરે તેના કરતાં પક્ષ ચોક્કસ કેટેગરીમાં કામગીરી અંગે પ્રશ્ર્નો પૂછશે અને તેનો જવાબ ચૂંટણી લડવા ઇચ્છુક દાવેદારે આપવો પડશે. ભાજપ દ્વારા હવે આ માટે દાવેદારનું એક ડિજીટલ ફોર્મેટ તૈયાર કરવામાં આવ્યું છે અને જેઓને ચૂંટણી લડવાની હશે તેમને આ ફોર્મેટની ‘લિંક’મોકલી અપાશે અને સેન્સ સમયે ફક્ત પોતાની ટૂંકી માહિતી વગેરે રજૂ કરવાની રહેશે.

ખાસ કરીને પ્રથમ વખત ભાજપે તેના દાવેદારો માટે સરકારી યોજનાનો પ્રચારમાં કેટલા લોકોને સામેલ કર્યા અને પક્ષના વિવિધ હોદા પરની તેની કામગીરીમાં કઇ રીતે મતદારો સુધી પહોંચ્યા તે તમામ માહિતી આપવી પડશે.સાથે સાથે સોશ્યિલ મીડિયામાં કેટલા એક્ટિવ અને અપડેટ છે તેની પણ માહિતી મંગાવવામાં આવશે,આ ઉપરાંત સરકારી કામો અને વહીવટી તંત્રની જાણકારી કેટલી છે તેની પણ માહિતી મેળવવામાં આવી શકે છે.