દારૂ ગંધાયો/ એસ.ટી.વિભાગના વિજીલન્સના ચેકિંગમાં બસમાંથી નીકળ્યો દારૂનો જથ્થો

જામનગર એસટી ડેપોમાં પાર્ક કરાયેલી એસટી બસના ચાલકને એસટી વિજીલન્સની ટીમએ વિદેશી દારૂના જથ્થા સાથે પકડી પાડ્યો છે. રાત્રે વિજિલન્સે તાકીને એસટી બસમાં ચેકિંગ કરતા ડ્રાઇવરના કબ્જામાંથી 55 બોટલ દારૂ મળી આવ્યો હતો.

Gujarat Others
Untitled 40 4 એસ.ટી.વિભાગના વિજીલન્સના ચેકિંગમાં બસમાંથી નીકળ્યો દારૂનો જથ્થો

જામનગર એસટી ડેપો ખાતે ચેકિંગમાં દરમીયાન ભિલોડા જામનગર રૂટ લખેલ GJ-18-Z-6977 નંબરની બસમાંથી પેસેન્જરો ઉતર્યા બાદ આ બસને ચેક કરવામાં આવી હતી. ચેકિંગ કરતાં બસમાંથી દારૂ મળી આવ્યો હતો. બસના બેટરી બોક્સ, લગેજ બોક્સ, સહિતની જગ્યાઓમાંથી છુપાવેલ અલગ અલગ 55 બોટલ અંગ્રેજી શરાબની બોટલો મળી આવી હતી. વિજીલન્સ વિભાગના અધિકારી દ્વારા બસના ડ્રાઈવર દિલીપસિંહ રાઠોડ વિરુદ્ધ સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં ધોરણસરની કાર્યવાહી માટે ફરિયાદ દાખલ કરવી હતી.

Untitled 40 5 એસ.ટી.વિભાગના વિજીલન્સના ચેકિંગમાં બસમાંથી નીકળ્યો દારૂનો જથ્થો

જામનગર એસટી ડેપોમાં પાર્ક કરાયેલી એસટી બસના ચાલકને એસટી વિજીલન્સની ટીમએ વિદેશી દારૂના જથ્થા સાથે પકડી પાડ્યો છે. રાત્રે વિજિલન્સે તાકીને એસટી બસમાં ચેકિંગ કરતા ડ્રાઇવરના કબ્જામાંથી 55 બોટલ દારૂ મળી આવ્યો હતો. જેને લઈને એસટી વિઝીલન્સની ટીમ દ્વારા સીટી એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

જામનગર એસટી બસમાં ચાલક દ્વારા વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવતી હોવાની એસટી વિજિલન્સ ની ટીમને ચોક્કસ હકીકત મળી હતી. જેને આધારે ગતરોજ (શુક્રવારે ) રાત્રે 9:30 વાગ્યાના સોમવારે એસ.ટી.વીજલેન્સની ટીમ દ્વારા ભિલોડા જામનગર રૂટ લખેલ GJ-18-Z-6977 નંબરની બસમાંથી પેસેન્જરો ઉતર્યા બાદ આ બસને ચેક કરવામાં આવતા બસના બેટરી બોક્સ, લગેજ બોક્સ, સહિતની જગ્યાઓમાંથી છુપાવેલ અલગ અલગ 55 બોટલ અંગ્રેજી શરાબની બોટલો મળી આવી હતી.

એસ.ટી. વિજિલન્સ સુરક્ષા નિરીક્ષક  પંકજભાઇ વીઠલ્લભાઇ માંકડીયાની ટીમે ચેકીંગ કરતા ચાલક દીલીપસીંહ હીમતસિંહ રાઠોડ રહે- ગામ રાયસંગ પુર તા- હિંમતનગર, જી-સાબરકાંઠા વાળાના કબજામાંથી પાસ પરમીટ વગર ભારતીય બનાવટની વિદેશી દારૂની કાચની કંપની શીલબંધ બોટલ નંગ-૫૫ મળી આવી હતી. જેને લઈને વિજિલન્સની ટીમે રૂપિયા ૨૭,૫૦૦ની કિંમતનો દારૂ કબ્જે કરી ચાલક સામે સીટી એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી હતી. એસટી બસ નો ચાલક જ વિદેશી દારૂની હેરાફેરી કરતો હોય જેને લઈને એસટી તંત્રમાં ભારે ચર્ચાનો દોર ચાલ્યો છે.