Gujarat flood/ ભરૂચમાં ભયજનક બની નર્મદાઃ અંકલેશ્વર પણ પાણીમાં, હાઇવે-રેલ્વે બંધ

મધ્યપ્રદેશ અને પછી ગુજરાતમાં ભારે વરસાદના પગલે નર્મદા ડેમ છલોછલ થઈ જતાં સરદાર સરોવર ડેમના દરવાજા ખોલી નાખવામાં આવતા ભરુચ અને અંકલેશ્વર પાણીમાં છે. ભરૂચમાં તો નર્મદા ભયજનક સપાટીએ છે અને તેણે 41 ફૂટની ભયજનક સપાટી વટાવી દીધી છે.

Top Stories Gujarat
For Mantavya 1 1 ભરૂચમાં ભયજનક બની નર્મદાઃ અંકલેશ્વર પણ પાણીમાં, હાઇવે-રેલ્વે બંધ

ભરૂચઃ મધ્યપ્રદેશ અને પછી ગુજરાતમાં ભારે વરસાદના પગલે Gujarat Flood નર્મદા ડેમ છલોછલ થઈ જતાં સરદાર સરોવર ડેમના દરવાજા ખોલી નાખવામાં આવતા ભરુચ અને અંકલેશ્વર પાણીમાં છે. ભરૂચમાં તો નર્મદા ભયજનક સપાટીએ છે અને તેણે 41 ફૂટની ભયજનક સપાટી વટાવી દીધી છે. આના પગલે સમગ્ર ભરૂચ નર્મદાનું રૌદ્ર સ્વરૂપ જોઈ રહ્યુ છે. નર્મદામાં અત્યાર સુધીમાં લગભગ 20 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી ચૂક્યું છે. મધ્યપ્રદેશમાં ઇન્દિરા સાગર ડેમના 12 દરવાજામાંથી દસ દરવાજા ખોલવામાં આવતા સરદાર સરોવર બંધ ઓવરફ્લો થઈ ગયો છે.

 Bharuch rain 1 ભરૂચમાં ભયજનક બની નર્મદાઃ અંકલેશ્વર પણ પાણીમાં, હાઇવે-રેલ્વે બંધ
ફક્ત ભરૂચ જ નહી અંકલેશ્વરની સ્થિતિ પણ ભરૂચ જેવી છે, ભારે Gujarat Flood વરસાદ પછી કડાણા ડેમના દરવાજા ખોલી દઈને દસ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા મહીસાગર ફક્ત છલોછલ થઈ નથી, પણ રીતસરની ગાંડી તૂર થઈ છે. ચોમેર ફક્ત પાણી જ દેખાઈ રહ્યું છે.
નેશનલ હાઇવે-8 પર પાણી ફરી વળતા તંત્ર Gujarat Flood દ્વારા માર્ગ બંધ કરવામાં આવ્યો છે. તેના લીધે પોલીસે લોકો ત્યાં ન જાય તે માટે ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પૂરના પગલે ટ્રેન વ્યવહાર ખોટવાયો છે. અમદાવાદ મુંબઈની 15 ટ્રેનો ભરૂચ અટવાઈ ગઈ છે, તેના લીધે ટ્રેનના મુસાફરોની હાલત કફોડી થઈ ગઈ છે. તેઓએ સાત-સાત કલાકથી પણ વધુ સમયથી આગળ જવાની રાહ જોઈ રહ્યા છે.
આ ઉપરાંત ભારે વરસાદના પગલે મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદની ગુજરાત એક્સપ્રેસ, વંદેભારત એક્સપ્રેસ, વંદેભારત એક્સપ્રેસ, અમદાવાદ શતાબ્દી એક્સપ્રેસ, અમદાવાદ મુંબઈ શતાબ્દી એક્સપ્રેસ, પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ, મુંબઈ સેન્ટ્રલ કર્ણાવતી એક્સપ્રેસ, મુંબઈ સેન્ટ્રલ ડબલ ડેકર એક્સપ્રેસ, મુંબઈ સેન્ટ્રલ તેજસ એક્સપ્રેસ, મુંબઈ સેન્ટ્રલ ગુજરાત એક્સપ્રેસ, મુંબઈ સેન્ટ્રલ અમદાવાદ-કર્ણાવતી એક્સપ્રેસ, મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ તેજસ એક્સપ્રેસ રદ કરવામાં આવી છે.

 

આ પણ વાંચોઃ NDRF/રાજયમાં ભારે વરસાદની આગાહી બાદ NDRFની ટીમ આ જિલ્લાઓમાં તૈનાત

આ પણ વાંચોઃ સુરેન્દ્રનગર/એ..હાલો..ને માનવિયું તરણેતરના મેળે” તરણેતરના મેળાનો આવતીકાલથી પ્રારંભ થશે

આ પણ વાંચોઃ ભાવનગર/ભાવનગર તબીબને બ્લેકમેલ કરી કરોડોની ખંડણી માગનાર ત્રણ ઝડપાય

આ પણ વાંચોઃ Ganesh Chaturthi 2023/સુરતના એક વ્યક્તિએ માટી અને નાળિયેરના રેસામાંથી ગણેશજીની પ્રતિમા બનાવી

આ પણ વાંચોઃ ધમાકેદાર વરસાદની એન્ટ્રી/મધ્ય ગુજરાતના મેઘમહેર, વડોદરા-છોટાઉદેપુર-પંચમહાલમાં ભારે વરસાદ