Kheda/ ટ્રેલર ચાલકને ઝોકું આવતાં નડ્યો અકસ્માત, ભારે જહેમત બાદ કરાયો…

અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે ઉપર ટ્રેલર હાઇવે ની સાઈડમાં ઉતરી જતા અકસ્માત સર્જાયો હતો જેને લઈ હાઇવે ઓથોરિટી દ્રારા નડીઆદ ફાયરબ્રિગેડ ની મદદ માટે કોલ કર્યો હતો

Gujarat Others
a 132 ટ્રેલર ચાલકને ઝોકું આવતાં નડ્યો અકસ્માત, ભારે જહેમત બાદ કરાયો...

@યોગેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ – ખેડા

  • ખેડા ટ્રેલર ચાલકને હાઈવે પર નડ્યો અકસ્માત
  • અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર અકસ્માત
  • ટ્રેલર ચાલકને ઝોકું આવતાં ટ્રેલર પલટી ગયું
  • રેલિંગ તોડી સાઈડમાં 30 ફૂટ નીચે પલટ્યું
  • ટ્રેલર પલ્ટી ખાતા ડ્રાઈવર કેબિનમાં ફસાયો
  • એક કલાકની જહેમત બાદ ટ્રેલર ચાલકને કરાયો રેસક્યુ

અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે ઉપર ટ્રેલર હાઇવે ની સાઈડમાં ઉતરી જતા અકસ્માત સર્જાયો હતો જેને લઈ હાઇવે ઓથોરિટી દ્રારા નડીઆદ ફાયરબ્રિગેડ ની મદદ માટે કોલ કર્યો હતો તે દરમિયાન ફાયરબ્રિગેડ ના જવાનો ની રેસ્ક્યુ ટિમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી ત્યાં જોતા ડ્રાઇવર ને ઝોકું આવી જતા ટ્રેલર હાઇવે ની સાઇડ માં રેલિંગ તોડી સાઈડ માં 30 ફૂટ નીચે પલ્ટી ખાઈ હતી અને હાઇવે પેટ્રોલિંગ ની રેસ્ક્યુ ટિમ અને ફાયરબ્રિગેડ ની રેસ્ક્યુ ટિમ દ્રારા કેબીન માં ફસાયેલ ડ્રાઇવર ને સાહિસુરક્ષિત બહાર કાઢવા માટે બન્નેવ ટિમો ની ભારે જહેમત બાદ ડ્રાઇવર ને બહાર કાઢ્યો હતો અને 108 ની ટિમ દ્રારા સારવાર માટે મોકલી આપ્યો હતો.