Not Set/ હવામાન/ ગુજરાતમાં ફરી એકવાર માવઠાની આગાહી

ગુજરાતના ખેડૂતો માટે વધુ એક માઠા સમાચાર છે, ફરી એકવાર હવામાન શત્રુ બની શકે છે. ભરશિયાળે કમોસમી વરસાદ એટલે કે માવઠાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેમાં આગામી સોમ, મંગળ  એટલે કે તા. 27 અને 28ના રોજ ગુજરાતના કેટલાક જીલ્લાઓમાં વરસાદ આવશે. માવઠા બાદ ગુજરાતમાં કોલ્ડ વેવની ભીતિ સેવાઇ છે. એટલે કે, પહેલા […]

Gujarat Others
audio 6 હવામાન/ ગુજરાતમાં ફરી એકવાર માવઠાની આગાહી

ગુજરાતના ખેડૂતો માટે વધુ એક માઠા સમાચાર છે, ફરી એકવાર હવામાન શત્રુ બની શકે છે. ભરશિયાળે કમોસમી વરસાદ એટલે કે માવઠાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેમાં આગામી સોમ, મંગળ  એટલે કે તા. 27 અને 28ના રોજ ગુજરાતના કેટલાક જીલ્લાઓમાં વરસાદ આવશે. માવઠા બાદ ગુજરાતમાં કોલ્ડ વેવની ભીતિ સેવાઇ છે. એટલે કે, પહેલા વરસાદ અને પછી ઠંડી.

હવામાન વિભાગ દ્વારા રાજ્યના વાતાવરણમાં પલટો આવતાં આગામી 27 અને 28 જાન્યુઆરીએ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. 27 જાન્યુઆરીએ રાજકોટ, પોરબંદર અને દ્વારકામાં કમોસમી વરસાદની આગાહી છે. તો 28 જાન્યુઆરીએ વડોદરા અને મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદની સંભાવના હોવાનું હવામાન વિભાગ જણાવે છે. સાક્લોનિક સરક્યુલેશનનાં કારણે વાદળો ગુજરાત ઉપર આવી રહ્યા છે અને વાદળછાયા વાતાવરણનાં કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. અમદાવાદ શહેરમાં પણ વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ સર્જાયુ છે

કમોસમી વરસાદથી ખેડૂતોને પાક માટે ચિંતા સતાવી રહી છે. આ માવઠાથી ખેડૂતોના ઘઉં, એરંડા, વરિયાળી, જીરૂ, રાયડો જેવા અનેક પોકોને ભારે નુકશાની વેઠવાનો વારો આવશે એવી ભીતિ સેવાઈ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.