Not Set/ અ’વાદ: ગુનાહીત પ્રવ્રુત્તિઓથી નામચીન જુહાપુરા વિસ્તારમાં અંધાધુંધ ફાયરીંગ, એકને ઈજા

અમદાવાદ, અમદાવાદ શહેર પોલીસ એકબાજુ સબસલામતના દાવા કરી રહી છે જ્યારે બીજી બાજુ ખાનગી ફાયરીંગની ઘટનાએ પોલીસના દાવાઓના ધજ્જીયા ઉડાવી દીધા છે. જુહાપુરા વિસ્તારની અલ સાબાબ સોસાયટીના એક મકાન આગળ જ પિસ્તોલમાંથી ચાર રાઉન્ડ ફાયરીંગ કરાયા હતા. જેમાં એક વ્યક્તિને ઈજા થઈ હતી.અંગત દુશ્મનાવટના કારણે કરાયેલા ફાયરીંગની ઘટનાની જાણ થતાં પોલીસ ટીમ ઘટના સ્થળે દોડી […]

Top Stories Ahmedabad Gujarat
mantavya 1 59 અ'વાદ: ગુનાહીત પ્રવ્રુત્તિઓથી નામચીન જુહાપુરા વિસ્તારમાં અંધાધુંધ ફાયરીંગ, એકને ઈજા

અમદાવાદ,

અમદાવાદ શહેર પોલીસ એકબાજુ સબસલામતના દાવા કરી રહી છે જ્યારે બીજી બાજુ ખાનગી ફાયરીંગની ઘટનાએ પોલીસના દાવાઓના ધજ્જીયા ઉડાવી દીધા છે. જુહાપુરા વિસ્તારની અલ સાબાબ સોસાયટીના એક મકાન આગળ જ પિસ્તોલમાંથી ચાર રાઉન્ડ ફાયરીંગ કરાયા હતા.

જેમાં એક વ્યક્તિને ઈજા થઈ હતી.અંગત દુશ્મનાવટના કારણે કરાયેલા ફાયરીંગની ઘટનાની જાણ થતાં પોલીસ ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી.જોકે પોલીસ પહોંચે તે પેલાં જ ફાયરીંગ કરનાર ચાર શખસ ફરાર થઈ ગયા હતા.

અમદાવાદના અત્યંત સંવેદનશીલ અને ગુનાહીત પ્રવ્રુત્તિઓથી નામચીન જુહાપુરા વિસ્તારમાં અવારનવાર ખાનગી ફાયરીંગની ઘટનાઓની હવે કોઈ નવાઈ રહી નથી. પોલીસ સબસલામતના દાવા કરી રહી છે. અલ સાબાબ સોસાયટીમાં રહેતા નાશીરખાનના ઘરે ચાર શખસ આવ્યા હતા.

mantavya 1 60 અ'વાદ: ગુનાહીત પ્રવ્રુત્તિઓથી નામચીન જુહાપુરા વિસ્તારમાં અંધાધુંધ ફાયરીંગ, એકને ઈજા

અંગત દુશ્મનાવટ ધરાવતા ચાર શખ્સે નાશીરખાન સાથે ઝઘડો કર્યો હતો. નાશીરખાન કઈપણ સમજે્ તે પહંલાંં જ ચાર પૈકીના એક શખ્સ અઝહર કીટલીએ નાશીરખાન સામે પિસ્ટોલ તાકી હતી. અઝહરે પિસ્તોલમાંથી ચાર રાઉન્ડ અંધાધુંધ ફાયર કર્યા હતા.

નાશીરખાન લોહીલુહાણ થયો હતો. પાયરીંગ કરી અઝહર કીટલી, સરફરાજ, શાહરુખ અને અન્ય એક શખસ ફરાર થઈ ગયા હતા. અંધાધુંધ ફાયરીંગની ઘટનાએ લોકોમાં ફફડાટ ફેલાવી દીધો હતો. ફાયરીંગમાં ઘવાયેલા નાસીરખાનને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયો હતો. વેજલપુર પોલીસે ચાર શખસ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.